મૂળીથી વિરપર ગામ તરફ જવાના માર્ગે રોડની બંને સાઈડ જંગલ કટિંગ કરવા માંગ
અધિકારીને અનેક રજૂઆત છતાં કામગીરી નહીં કરતા રોષ
રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દર વર્ષે ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડની સાઈડમાં ઉગી નીકળેલી ઝાડીઓ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે જે અંગે કોન્ટ્રાક્ટ દ્વારા લાખો રૂપિયાના બિલ પણ ચૂકવાય છે.
પરંતુ કેટલીક જગ્યાએ પર માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી અંતરિયાળ વિસ્તારોના રોડની સાઈડમાં કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી સાથે જ કામગીરીના બિલ પાસ કરાવી લેવાય છે .
ત્યારે મૂળી તાલુકાના વીરપર ગામ તરફ જવાના રસ્તે રોડની બંને સાઈડમાં ચોમાસા બાદ ઉગી નીકળેલા બાવળની ઝાડીઓ ના લીધે સામસામે વાહનો અકસ્માત થવાનો ભય સતત રહ્યા કરે છે .
ખાસ કરીને રાત્રીના સમયે વળાંક માં સામે આવતું વાહન નજરે પડતું નથી જેના લીધે રાહદારીઓને ખુબજ મુશ્કેલી પાડી રહી છે .
ત્યારે ઉગી નીકળેલી ઝડીઓને દૂર કરવા માટે અનેક વખત સ્થાનિક માર્ગ મકાન વિભાગના અધિકારીને જન કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી .
જેના લીધે તંત્ર પણ મોટી દુરજ્ઞાની રાહમાં બેઠી હોય તેવા સ્પષ્ટ એંધાણ આવે છે ત્યારે વારંવાર રજુઆત છતાં કોઈ કાર્યવાહી નહિ થતા હવે ગ્રામ્ય વિસ્તારના રહીશોમાં રોષ પણ જીવ મળે છે.
જ્યારે જંગલ કટિંગની કામગીરી વગર લાખોના બિલો પાસ કરાવતા કોન્ટ્રાકટર અને અધિકારીઓને તાત્કાલિક કામગીરી કરવા માંગ પણ કરાઈ છે.