બિકાનેર ફિલ્ડ ફાઈરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વચ્ચે બ્લાસ્ટ , ૨ જવાન શહીદ થયા, એક ઈજાગ્રસ્ત

બિકાનેર ફિલ્ડ ફાઈરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વચ્ચે બ્લાસ્ટ , ૨ જવાન શહીદ થયા, એક ઈજાગ્રસ્ત

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં બે સૈનિકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘાયલ જવાનની પણ હાલત ગંભીર 

માહિતી અનુસાર આ દુર્ઘટના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં ચાર્લી સેન્ટર ખાતે સર્જાઈ હતી. દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનને સુરતગઢની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

કેવી રીતે બની ઘટના? 

બુધવારે બિકાનેરના મહાજન થાના વિસ્તારમાં આવેલા સૈન્યના ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આ દુઘર્ટના સર્જાઈ હતી. જ્યાં પ્રેક્ટિસ દરમિયાન કોઈ ભૂલને કારણે અચાનક બોમ્બ ફાટ્યો હતો. આ દુઘર્ટનામાં બે જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા. જોકે એકની હાલત ગંભીર છે.

સુરક્ષા પ્રોટોકોલ પર સવાલ ઊઠ્યાં 

ઘટનાની જાણ થતાં જ ટોચના સૈન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં આ પરીક્ષણ ક્ષેત્રને સંપૂર્ણપણે સીલ મારી દેવામાં આવ્યો છે જેથી તપાસ કરી શકાય. મહાજન ફિલ્ડ રેન્જમાં આ બીજી દુર્ઘટના હતી. અગાઉ પણ આવી જ એક દુર્ઘટનામાં એક જવાન મૃત્યુ પામ્યો હતો. જેના લીધે આવી ઘટનાઓએ સુરક્ષા પ્રોટોકોલ અને ઉપકરણોની તપાસ પર સવાલો ઊભા કરી દીધા છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર