થાનગઢમાં પ્રસુતાની તબિયત લથડતાં ખાનગી હૉસ્પિટલના તબીબ સામે ગંભીર આક્ષેપ
ચામુંડા હૉસ્પિટલના તબીબે રૂપિયા ખંખેરી અંતે સારવાર માટે અન્ય હૉસ્પિટલ ખસેડ્યા
ડોકટર એટલે કે તબીબને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે.
પરંતુ આજકાલ તબીબોના ખેલ માત્ર રૂપિયા કમાવવાની લાલચ માટેના હોય તેવી રાજ્યની “ખ્યાતિ હોસ્પિટલ” દ્વારા જાહેર કરી દીધું હતું.
હજુ ગુજરાતની ખ્યાતિ હોસ્પિટલના કાંડની સાહી સુકાઈ નથી ત્યાં વધુ એક ખાનગી હોસ્પિટલના તબીબ પર રૂપિયાની લાલચે પ્રસુતાની ડિલિવરી જેવા સમયે તબિયત લથડતાં હાથ ઉચા કરી દીધા હુવનો આક્ષેપ થયો છે.
આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે બની છે જ્યાં મૂળી તાલુકાના વાગડીયા ગામના એક પરિવારની પુત્રવધૂને પ્રસુતની પીડા ઉપડતાં પરીવાર દ્વારા મહિલાને થાનગઢની ચામુંડા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં હાજર તબીબ ડો.રાજેશ ઝાલા દ્વારા મહિલાને દાખલ કરી નોર્મલ ડિલિવરી કરવાના નામે રૂપિયા પંદર હજાર પડાવ્યા હતા.
પરંતુ કલાકો બાદ પણ મહિલાની ડિલિવરી નહિ થતાં બાદમાં સીજેરિયન કરવું પડશે તેમ કહીને વાંકાનેરથી અન્ય એક તબીબને બોલાવી સર્જરી કરી હતી.
પરંતુ સર્જરી સમયે મહિલા ખૂબ જ રાડો પડતાં હોય જેથી પરિવારજનો દ્વારા ડો.રાજેશ ઝાલાને પૂછતાં મહિલાને ઉપકા આવતા હોવાથી રાડો પડતાં હોવાનું જણાવ્યું હતું .
મહિલાને અન્ય સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવાનું જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા.
જ્યારે પરિવાર મહિલા અને બાળકને સુરેન્દ્રનગર અન્ય હોસ્પિટલ ખાતે ખસેડતા ત્યાંના તબીબોએ મહિલાની હાલત નાજુક હોવાનું જણાવી સારવાર શરૂ કરી હતી.
આ દરમિયાન મહિલાની તબીબી વધુ ખરાબ થતાં પરિવારે થાનગઢ ખાતે ચામુંડા હોસ્પિટલના તબીબ ડો.રાજેશ ઝાલા સામે ગંભીર આક્ષેપ સાથે પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ આપી હતી.
પ્રસુતાના સમયમાં રૂપિયાની લાલચે બેદરકાર તબીબે અંતે મહિલાની હાલત ખરાબ થતાં હાથ અધ્ધર કરવાની ઘટનાને લઈને તબીબ સામે ચો તરફ લોકોમાં રોષ પણ ભભૂક્યો છે.
જિલ્લાની મોટાભાગે ખાનગી હૉસ્પિટલમાં આ પ્રકારનો ગોરખધંધો જ ચાલે છે
થાનગઢ ની ચામુંડા હોસ્પિટલ દ્વારા જે પ્રકારે પ્રસૂતાને નોર્મલ ડિલિવરી કરવાનું કહીને અંતે સર્જરી કરી હતી .
જિલ્લાની મોટાભાગે ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારનો ગોરખ ધંધો જ ચાલે છે .
જેમાં પેશન્ટને દાખલ કરવા માટે નોર્મલ ડિલિવરી અને ચાર્જનું જણાવી બાદમાં એક વખત પેશન્ટ દાખલ થાય એટલે તરત જ તબીબો પોતાનો રંગ દેખાડે છે.
ચામુંડા હૉસ્પિટલના તબીબની ધોર બેદરકારી
ચામુંડા હોસ્પિટલના તબીબ રાજેશ ઝાલા દ્વારા પ્રસૂતાની ડિલિવરી સમયે બેદરકારી ના લીધે મહિલાનો પેશાબ બંધ થઈ ગયો હતો .
હાલત નાજુક થઈ હોવાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે.