૩૧ ડિસેમ્બર પૂર્વે… લીમડી હાઈવે પર ટ્રકમાંથી રૂપિયા ૩૮ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક અને ક્લીનર ઝડપાયા
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બૂટલેગરો દ્વારા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે યુક્તિ અપનાવે છે અને એમાંય 31 ડિસેમ્બર નજીક આવતા મોટા પ્રમાણમાં દારૂ ઠલવાય છે તેવામાં લીમડી હાઈવે પર પણ જિલ્લા એલ.સી.બી દ્વારા ટ્રકમાં ચોરખાનું બનાવી 38 લાખથી વધુનો વિદેશી દારૂ સામખીયારી પહોચે તે પૂર્વે જ ઝડપી લીધો હતો.
જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમ પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ જે.વય.પઠાણ, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ લીમડી હાઈવે પર પેટ્રોલીંગમાં હોય તેવા સમયે લીમડી હાઈવે પરથી એક ટ્રકમાં વિદેશી દારૂ ભરીને પસાર થવાની હોવા અંગે બાતમી મળી હતી જે બાતમીના આધારે એલ.સી.બી ટીમ દ્વારા હાઇવે પર વોચ ગોઠવી એક શંકાસ્પદ ટ્રક જીજે 09 એ યુ 9089 વાળી નીકળતા તેને અટકાવી ટ્રેકની પાછળના ભાગે તપાસ કરતા અંદર વેસ્ટ પ્લાસ્ટિક ભરેલું નાઝી પડ્યું હતું પરંતુ આ ટ્રકમાં અન્ય એક ચોરખાનું પણ બનાવેલ હોય જે ચોરખાનામાં તપાસ કરતા અંદર જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ નંગ 4147 કિંમત 30,81,953/- રૂપિયા તથા બિયર નંગ 6971 કિંમત 7,24,164/- રૂપિયાની હોવાનું સામે આવતા ટ્રક ચાલક સુરેશભાઈ પોલારામ મેધવાલ રહે: બાળમેળ (રાજસ્થાન) તથા ક્લીનર પરાશરામ હીરારામ બીશનોઇ રહે: જોધપુર (રાજસ્થાન) વાળાને ઝડપી પાડી એક ટ્રક કિંમત 10 લાખ, બે મોબાઇલ કિંમત 11 હજાર, 120 મણ પ્લાસ્ટિક વેસ્ટ કિંમત 1.20 લાખ સહિત કુલ 49,37,117/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂ ડુંગરરામ મોહનલાલ મેઘવાળ રહે: રાજ્થાન વાળાએ લુધિયાણા પંજાબ ખાતે અજાણ્યા વ્યક્તિ પાસેથી ટ્રકમાં ભરાવી દારૂનો જથ્થો સામખિયાળી ખાતે અજાણ્યા ઈશમ પાસે ખાલી કરવાનો હોવાનું જણાવ્યું હતું જે અંગે એલ.સી.બી દ્વારા ટ્રક ચાલક – ક્લીનર સહિત તપાસમાં ખૂલે તે તમામ કુલ 6 શખ્સો વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.