જુઓ , માલધારી સમાજ રોડ પર ઉતર્યો : પાટડીના જૈનાબાદ ગામે રબારી સમાજના વાડામા આગ લાગતા ઢોરનો ચારો ભસ્મીભૂત, પાંચ સામે ફરિયાદ
ઢોરનો ચારો ભસ્મીભૂત થઇ જતા અફડાતફડી મચી જવા પામી હતી.
આ ગોઝારી ઘટનાના પગલે ધારાસભ્ય સહિતના આગેવાનો અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો.
આ બનાવ અંગે રૂ. 1,40,000ના સૂકી કડબના 7,000 પૂળા સળગાવી નાખ્યાની જૈનાબાદ ગામના પાંચ શખશો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
દસાડા તાલુકાના જૈનાબાદ ગામે રબારી સમાજના ચારના વાડામા આગ લાગતા ઢોરને ખવડાવવાનો તમામ ઘાસચારો બળીને ભસ્મીભૂત થઇ જવા પામ્યો હતો.
જેના પગલે માલધારી સમાજને ખુબ મોટુ આર્થિક નુકશાન પહોંચ્યું હતું. સદભાગ્યે આ ગોઝારી આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી.
આ ગોઝારી ઘટનાના પગલે જૈનાબાદનો માલધારી સમાજ રોડ પર ઉતરી આવ્યો હતો.
આ બનાવ જૈનાબાદ ગામના નથુભાઈ મેવાભાઇ આલ અને સાહેદ લાભુભાઈ જેસંગભાઈ રબારી તથા સાગરભાઈ હરિભાઈ રબારીની રૂ. 1,40,000ના સૂકી કડબના 7,000 પૂળા સળગાવી નાખ્યાની જૈનાબાદ ગામના પાંચ શખશો અફજલભાઈ અબ્દુલભાઈ મલ્લા, લતીફભાઇ રહીમભાઈ સુમરા, ઇમરાનભાઈ હૈદરભાઈ કુરેશી, હજારી ઇસ્માઇલભાઈ અને ધનરાજ સબ્બીરભાઈ મલિક સામે દસાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ એન.એ.ડાભી ચલાવી રહ્યા છે.