સુરેન્દ્રનગરમાં ચાલતા કોલસા પ્રકરણનો અવાજ છેક રાજ્ય સભામાં ગુંજ્યો હતો

સુરેન્દ્રનગરમાં ચાલતા કોલસા પ્રકરણનો અવાજ છેક રાજ્ય સભામાં ગુંજ્યો હતો

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ પ્રશ્ર્ન મૂક્યો છતાં કોઈ કાર્યવાહી નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન લગભગ ત્રણ દાયકા કરતા પણ વધુ સમયથી ધમધમી રહ્યું છે પરંતુ વર્ષોથી આ કોલસાનું ગેરકાયદેસર ખનન બંધ નહીં થવા પાછળ અનેક અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય નેતાઓ સુધીના ચાર હાથ ખનિજ માફીયાઓ પર રહેલા છે. કદાચ પોતે જ પણ ખનિજ માફિયા છે તેવું કહેવામાં અહીં જરાય ખોટું નથી. પરંતુ આ કોલસાના ગેરકાયદેસર ખનન માત્ર ખનિજ ચોરી પૂરતું જ નહીં અહીં અનેક મજૂરોના જીવ લેવાનારી ખાણો પણ સાબિત થઈ છે. કોલસાની ખાણોમાં કામ કરતા મજૂરોને અનેક વખત ભેખડ ધસી જવા અથવા ગેસ ગળતરના લીધે મોત પણ થાય છે જે શ્રમિકોના મોત મામલે ગુજરાત રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા છેક દિલ્હીના રાજ્યસભા સુધી આ પ્રશ્ન રજૂ કર્યો હતો જેમાં તેઓ દ્વારા જણાવ્યું હતું કે “સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ગેરકાયદેસર કોલસાની ચોરી થઈ રહી છે જેમાં ખનિજ માફીયાઓ જમીન ખોદતા જ્યારે કોલસો નીકળે છે

ત્યારે મજૂરો દ્વારા આ કોલસાને બહાર કાઢવામાં આવે છે પરંતુ આ ગેરકાયદેસર કામગીરી સમયે અનેક મજૂરો મોતને ભેટ્યા છે, હાલમાં જ ત્યાં ત્રણ મજૂરો મોતને ભેટ્યા છે અને જ્યારે મજૂરોના પરિવારજનો ફરિયાદ માટે સ્થાનિક પોલીકાઠકે જે છે ત્યારે હાજર પોલીસ અધિકારી દ્વારા મૃતક મજૂરોના પરિવારજનોને ગેરકાયદેસર કોલસાની ખાણમાં કામ કરવા બદલ ફરિયાદ કરવાની ધમકી આપે છે અને આ ગેરકાયદેસર ધંધો ચલાવવામાં ખુદ ભાજપના નેતા જ સામેલ હોવાનું પણ જણાવ્યું હતું” શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં ગેરકાયદેસર કોલસા ખનન અંગેનો મુદ્દો ઉઠાવવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી આજદિન સુધી થઈ નથી. જેથી સ્પષ્ટ રીતે છેક રાજ્યસભા એટલે કે દિલ્હી સુધી આ કોલસાના ખનન નો જન હોવા છતાં કોલસાના ગેરકાયદેસર ખનન બંધ કરાવવા માટે કોઈ પગલાં નહિ ભરતા ખનિજ માફિયાઓની હિંમતમાં વધારો થયો છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર