અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશો પર ટેરીફ લગાવવાની ધમકી આપીને આર્થિક યુદ્ધ શરૂ કર્યું છે. બીજી તરફ, રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે ઊભેલા વૈશ્વિક અસંતુલન વચ્ચે, અમેરિકાએ શાંતિથી ન્યૂ મેકિસિકોમાં નવી પરમાણુ બોમ્બ B61-13 ગ્રાવિટી બોમ્બનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ બોમ્બ બીજી વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશીમા પર પાડવામાં આવેલા લિટલ બૉયથી 24 ગણો શક્તિશાળી છે. અર્થાત્, એકજ ઝટકામાં અનેક “જાપાન” નાશ પામે તેવી ક્ષમતા ધરાવે છે. આ પગલાથી દુનિયા ફરીથી કોલ્ડ વૉરના યુગ તરફ આગળ વધી રહી છે.
પરમાણુ બોમ્બનું ઉત્પાદન 2026 માં શરૂ થવાનું હતું,
વિશ્વને પરમાણુ બોમ્બના ઉત્પાદનથી રોકવાનું જ્ઞાન આપનાર અમેરિકાએ હવે પોતે જ વિનાશક બોમ્બનું ઉત્પાદન વધાર્યું છે. યુએસ નેશનલ ન્યૂક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (NNSA)ના અધિકારીઓએ જણાવ્યું કે તેમનું ન્યૂક્લિયર પ્રોગ્રામ સમયપત્રકથી ઘણું આગળ છે. મૂળરૂપે B61-13નું ઉત્પાદન 2026માં શરૂ થવાનું હતું, પણ રશિયા, ચીન અને ઈરાન સાથે વધતા તણાવને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ 7 મહિના પહેલા શરૂ કરાયું છે.
આ ન્યૂક્લિયર બોમ્બ માત્ર ઝડપથી બનાવાયું નથી, પણ તેનો વિનાશક પદાર્થ પણ અત્યંત ભયાનક છે. હિરોશીમા પર પડેલો લિટલ બૉય 15 કિલોટન શક્તિવાળો હતો, જ્યારે B61-13ની ક્ષમતા 360 કિલોટન છે. આ એક ક્લાસિક ગ્રાવિટી બોમ્બ છે જે હવામાંથી છોડવામાં આવે છે, પરંતુ તેમાં આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
NNSAના પ્રવક્તાએ જણાવ્યું કે B61-13નું પ્રથમ યુનિટ આ નાણાકીય વર્ષમાં પૂરું થશે. આ B61-12નું આધુનિક રૂપ છે અને અમેરિકાના સાત વૉરહેડ મોડર્નાઈઝેશન કાર્યક્રમોમાંનો એક છે. આ બોમ્બ મોટાં અને અઘરા લક્ષ્યો સામે અસરકારક વિકલ્પ પૂરું પાડે છે.
તેમણે ઉમેર્યું કે B61-12ના ઉત્પાદનના અનુભવોના આધારે નવા બોમ્બનું નિર્માણ ઝડપી બનાવાયું છે. B61-12નો છેલ્લો યુનિટ 2024માં તૈયાર થયો હતો. હવે નવા બોમ્બમાં અનેક ટેકનોલોજીકલ સુધારા પણ કરવામાં આવ્યા છે. આ બોમ્બ નિર્માણ પ્રોજેક્ટ 2023માં બાઇડન સરકાર દ્વારા શરૂ થયો હતો. સંરક્ષણ વિભાગે 2023માં કહ્યું હતું કે B61-13 બોમ્બ દુશ્મનોને ડરાવવા માટે બનાવવામાં આવી રહ્યો છે. 2022ની ન્યૂક્લિયર સમીક્ષા અહેવાલ અનુસાર ચીન અને રશિયા જેવા દેશો ઝડપથી ન્યૂક્લિયર બોમ્બ બનાવી રહ્યા છે.
