મદરેસા શિક્ષકને 187 વર્ષની જેલ

કેરળના કન્નૂરની POCSO કોર્ટ દ્વારા એક મદરેસાના શિક્ષકને 187 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. મદરેસામાં શિક્ષણ આપતા મૌલવી પર 13 વર્ષની નાબાલિગ બાળકી સાથે ઘણીવાર યૌન શોષણ કરવાનો આરોપ હતો. કોરોના લોકડાઉન દરમિયાન 41 વર્ષીય આરોપી મોહમ્મદ રફીએ વિદ્યાર્થીની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. જાણવું મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ 2018માં તેની સામે આવી જ ઘટના અંગે ફરિયાદ થઈ હતી અને તે કેસમાં પણ તે જેલની સજા ભોગવી રહ્યો છે.

વકીલે  જણાવ્યું કે નાબાલિગ બાળકી મદરેસામાં ભણતી હતી. થોડા દિવસોથી તેના વ્યવહારમાં ફેરફાર જોવા મળ્યો હતો, જેના કારણે માતા-પિતા ચિંતિત થઈ ગયા હતા. બાળકીએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ બંધ કરી દીધું હતું. જ્યારે તેને કાઉન્સેલર પાસે લઈ જવામાં આવી, ત્યારે આખી ઘટનાની ખબર પડી. બાળકીના જણાવ્યા મુજબ મદરેસાનો મૌલવી વારંવાર તેનું યૌન શોષણ કરતો હતો.

આ આરોપો પુષ્ટિ થતા કોર્ટએ મોહમ્મદ રફીને ગુનો પુરવાર થતા કડક સજા ફટકારી હતી. POCSO અધિનિયમની કલમ 5(T) હેઠળ 5 વર્ષ જેલ અને ₹5 લાખ દંડની સજા આપવામાં આવી. trust ભંગ અંગે કલમ 5(F) હેઠળ 35 વર્ષની જેલ અને ₹1 લાખ દંડની સજા ફટકારવામાં આવી. ઉપરાંત વારંવાર દુષ્કર્મ કરવા બદલ 35 વર્ષની સજા ફટકારી. તમામ સજાઓ મળીને કુલ 187 વર્ષની જેલ ફટકારવામાં આવી છે.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર