સ્ટોક માર્કેટ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી 90 દિવસની ટેરીફ રાહતનો અસર આજે ભારતીય સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી રહ્યો છે. સપ્તાહના છેલ્લા દિવસે BSE સેન્સેક્સ 988.34 પોઇન્ટના ઉછાળા સાથે 74,835.49 પોઇન્ટે ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 50 ઈન્ડેક્સ 296.25 પોઇન્ટના વધારો સાથે 22,695.40 પોઇન્ટે ખુલ્યો હતો.
આ સપ્તાહ દરમિયાન ભારતીય માર્કેટમાં ઘણાં ઉંચા-નીચા જોવા મળ્યા હતા. સપ્તાહના શરૂઆતના દિવસે (સોમવાર) ભારે ઘટાડા બાદ મંગળવારે બજારમાં સુધારો નોંધાયો હતો. પરંતુ બુધવારે ફરી એકવાર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે મહાવીર જયંતિના અવસરે શેર બજાર બંધ રહ્યું હતું.
શુક્રવારે, સેન્સેક્સની 30માંથી 28 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાન પર ખુલ્યા હતા, જ્યારે 2 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાન પર ખુલ્યા હતા. બીજી તરફ, નિફ્ટી 50ની તમામ 50 કંપનીઓના શેર વધારાની સાથે લીલા નિશાન પર ખુલ્યા હતા.
આજે સેન્સેક્સની કંપનીઓમાં સૌથી વધુ વધારાનો વધારો 4.80 ટકા સાથે સન ફાર્માના શેરોમાં જોવા મળ્યો હતો, જ્યારે સૌથી ઓછો ઘટાડો 0.10 ટકા સાથે ટીસીએસના શેરોમાં નોંધાયો હતો.
