ટ્રમ્પને કોર્ટ લાવ્યો ભારતીય વિદ્યાર્થી

અમેરિકાના મિશિગન રાજ્યમાંથી એક મહત્વની ઘટના સામે આવી છે, જ્યાં ભારતીય વિદ્યાર્થી સહિત ચાર વિદેશી વિદ્યાર્થીઓએ અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ભારતીય વિદ્યાર્થી ચિન્મય દિયોરે, નેપાળના યોગેશ જોશી અને ચીનના બે વિદ્યાર્થી ઝિયાન્યૂન બુ અને કી યાંગે મળીને આ કેસ દાખલ કર્યો છે.

વિઝા રદ કરાયા કોઈ જાણ વિના

વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS) અને ઈમિગ્રેશન વિભાગ (ICE) દ્વારા તેમના સ્ટૂડન્ટ વિઝા (F-1) રદ કરી દેવાયા, અને એ અંગે કોઈ અગાઉથી જાણ કરાઈ નહોતી. તેમને તો કોઈ કારણ પણ જણાવાયું નહોતું કે વિઝા શા માટે રદ કર્યા.

“અમે  કોઈ ગુનો કર્યો નથી”

વિદ્યાર્થીઓએ કોર્ટમાં જણાવ્યું કે તેઓએ કોઈ ઇમિગ્રેશન નિયમનો ભંગ કર્યો નથી, ન તો તેઓ રાજકીય પ્રવૃતિઓમાં સંડોવાયેલા હતા. કેટલાક વિદ્યાર્થીઓને માત્ર ટ્રાફિક ટીકિટ કે ચેતવણી મળી હતી, જેવો નાનો મુદ્દો વિઝા રદ કરવાના હકમાં નથી આવતો.

ACLU એસર્યું – “યોગ્ય પગલું નથી”

મિશિગનના ACLU (American Civil Liberties Union) એ વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવી છે. ACLUના વકીલ રમિસ વદુદે જણાવ્યું કે સરકારના આવા પગલાં વધુ સખત અને અસંવેદનશીલ છે. તેઓએ કહ્યું કે આવી નીતિઓ માત્ર વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન પહોંચાડે છે નહિ, પરંતુ અમેરિકાના શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતાને પણ ઠેસ પહોંચાડે છે.

અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ

ACLU એ વધુમાં જણાવ્યું કે આવી ઘટનાઓ માત્ર મિશિગન પૂરતી મર્યાદિત નથી. ન્યૂ હેમ્પશાયર, ઇન્ડિયાના અને કેલિફોર્નિયા જેવી જગ્યાઓ પર પણ વિઝા રદ થવાના કેસ નોંધાયા છે અને ત્યાં પણ આવી જ ફરિયાદો નોંધાઈ છે.

ટ્રમ્પની નીતિઓ પર સવાલો

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે અમેરિકામાં અભ્યાસ કરતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ટ્રમ્પની સખત ઇમિગ્રેશન નીતિઓને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓના વિઝા વિના જાણ રદ થઈ ગયા છે અથવા ડિપોર્ટેશન નોટિસ મળી રહી છે, જેના કારણે અભ્યાસ અધવચલો રહી જવાનો ભય છે.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર