સુરત કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ

સુરત શહેરના લક્ષ્મી એન્ક્લેવ-1માં આજે સવારે અચાનક સ્પાર્ક થતા મીટર રૂમમાં ભારે આગ ભભૂકી હતી. આ આગના કારણે બિલ્ડિંગના તળિયા ભાગે આવેલ મીટર રૂમમાંથી ઘણે પ્રમાણમાં ધુમાડો નીકળ્યો, જેને કારણે રહેવાસીઓમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો.

ધુમાડો વધુ હોવાથી શ્વાસ લેવો થયો મુશ્કેલ

મળતી માહિતી મુજબ, બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ઇલેક્ટ્રિક મીટર રૂમમાંથી અચાનક સ્પાર્ક થયા બાદ તત્કાલ જ આગ ફાટી નીકળી. ઘટના સમયે અનેક રહેવાસીઓ અંદર હાજર હતા, જેમણે તરત જ બહાર નીકળવાની દોડધામ શરૂ કરી દીધી. ધુમાડાનો ઘનત્વ એટલો વધારે હતો કે થોડા સમય માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો.

આગ પર કાબૂ મેળવાયો

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમની ઝડપી કાર્યવાહીથી થોડા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. સુખદ સમાચાર એ છે કે કોઈ જાનહાની થઈ નથી. જોકે, મીટર રૂમ અને આસપાસના વિસ્તારોને નુકસાન થયું હોવાનો અંદાજ છે.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગ બુઝાયા બાદ રહેવાસીઓએ રાહતની નિશ્વાસ લિધો.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર