કૉંગોની બોટ માં લાગી આગ

કૉંગોમાં બોટ દુર્ઘટનામાં 148 લોકોનાં દુઃખદ અવસાન, 100થી વધુ ગાયબ

દક્ષિણ આફ્રિકાના દેશ કૉંગોમાં એક વિક્ષિપ્ત કરનાર ઘટના બની છે. યાકળ અને કૉંગો નદીઓના સંગમ પાસે આવેલી રાજધાની એમ્બાન્ડાકા નજીક એક બોટમાં ભીષણ વિસ્ફોટ થયો અને તેમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 148 લોકોનાં દુઃખદ અવસાન થયા છે, જયારે 100થી વધુ લોકો હજુ સુધી લાપતા છે. આ બોટમાં લગભગ 500 લોકો સવાર હતા, જેની ક્ષમતા કરતાં અનેકગણાં વધારે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નદી વિશ્વની સૌથી ઊંડી નદીઓમાંથી એક છે. બુધવાર સુધીમાં 131 મૃતદેહો મળ્યા છે, જયારે ગુરુવાર અને શુક્રવારે વધુ 12 મૃતદેહો મળ્યા છે.

વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે માહિતી આપતા તપાસ અધિકારી જોસેફિન લોકુમે જણાવ્યું હતું કે, બોટમાં એક મહિલાએ ખાવાનું બનાવવાનું શરૂ કર્યું હતું અને થોડા અંતરે જ અત્યંત જ્વલનશીલ ઇંધણ રાખવામાં આવ્યું હતું. આગ અને ઇંધણના સંપર્કથી જબરદસ્ત વિસ્ફોટ થયો અને સમગ્ર બોટમાં ભાગદોડ મચી ગઈ. આથી બોટ ઉલટી પડી અને અનેક લોકો નદીમાં ડૂબી ગયા.

તાળમેળ અને સલામતીના અભાવે જીવ ગુમાવવું પડયું, જે આજના સમયમાં પણ અત્યંત દુઃખદ બાબત છે. રાહત અને શોધખોળ કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર