કચ્છના રાપર તાલુકાના લોદ્રાણી નજીક આંતરરાષ્ટ્રીય સરહદ ક્રોસ કરવાનો પ્રયાસ કરતો બિહારનો સમીર સમશેર અંસારી નામનો શખ્સ ઝડપાયો છે. બીએસએફે તેને રણના ઝીરો પોઈન્ટ પાસેથી ઝડપી લઈ બાલાસર પોલીસને સોંપ્યો હતો. સમીર પંખેરાપીર દર્શન માટે આવ્યો હોવાનું જણાવે છે, પણ તે રસ્તો ભુલાઈ જતાં સરહદ સુધી પહોંચી ગયો હોવાનું કહે છે.
બીએસએફે સમીર પાસેથી આધારકાર્ડ, પાસપોર્ટ અને બેંક બુક સહિતના દસ્તાવેજો કબ્જે કર્યા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ પૂછપરછ ચાલી રહી છે. શંકાસ્પદ રીતે સરહદ સુધી પહોંચી જવા બદલ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
