ગોંડલમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલા આગેવાન પદ્મિની બાવાળા, તેમની પુત્રી અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધ FIR નોંધાઈ છે. આરોપ છે કે, તેમણે 60 વર્ષીય નિવૃત્ત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર ફોન અને વીડિયો કોલ કર્યાં હતા. બાદમાં શારીરિક આકર્ષણ દેખાડી નાણાંની માંગણી કરાઈ.
ફરિયાદ મુજબ, જ્યારે પૈસા મળ્યા નહીં તો ફરિયાદીને ધમકી આપી અને જાહેરમાં કપડા ઉતારવાની ધમકી આપવામાં આવી. ગોંડલ સી-ડિવિઝન પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે અને આરોપીઓ સામે IPCની વિવિધ કલમો હેઠળ તપાસ શરૂ કરી છે.
