ભારતના યુવા ખેલાડીઓ અનાહત સિંહ અને વીર ચોત્રાણીએ મલેશિયાના કુઆલાલંપુરમાં યોજાયેલી એશિયન ક્વોલિફાયર સ્પર્ધામાં પોતાની શાનદાર જીત સાથે વર્લ્ડ સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2025 માટે ક્વોલિફાય કર્યું છે.
17 વર્ષની અનાહત, જે અગાઉ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીતી ચૂકી છે, તેણે ફાઇનલમાં હોંગકોંગની ટોબી ત્સેને 3-1થી હરાવીને ટૂર્નામેન્ટ માટે શિકાગોનું ટિકિટ મેળવ્યું.હવે અનાહત સિંહ 9થી 17 મે દરમિયાન શિકાગોમાં યોજાનાર મહિલા સિંગલ્સ વર્ગમાં ભારત તરફથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેશે.
અનાહતે આ સમગ્ર ક્વોલિફાયર સ્પર્ધામાં એક પણ ગેમ ન ગુમાવી હોવાનો ખાસ નોંધનીય છે. બીજી તરફ, વીર ચોત્રાણીએ પણ પોતાની ફાઇનલ જીત સાથે ભારતનું ગૌરવ વધાર્યું છે.
અનાહત હવે પોતાની પહેલી સિનિયર વર્લ્ડ સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ઈંગ્લેન્ડની કેટી માલિફ સામે રમશે.
