પોપ ફ્રાન્સિસનું અવસાન: કેથોલિક ચર્ચ શોકમાં
રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. વેટિકન દ્વારા વીડિયો નિવેદનમાં કહ્યું કે પોપ ફ્રાન્સિસે ઈસ્ટર સોમવારે, 21 એપ્રિલ, 2025ના રોજ, વટિકનમાં આવેલા પોતાના નિવાસસ્થાન કાસા સાન્ટા માર્ટામાં 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો.
88 વર્ષના પોપ ફ્રાન્સિસ છેલ્લા થોડા મહિનાઓથી બિમાર હતા. ફેબ્રુઆરી 14ના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તંદુરસ્તીમાં કોઈ સુધારો થયો ન હતો. તેઓ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં ફેફસાંમાં ગંભીર ચેપ અને કિડનીમાં આરંભિક તકલીફો જોવા મળતી હતી.
અમેરિકા તરફથી પ્રથમ પોપ
પોપ ફ્રાન્સિસનું જન્મ અર્જેન્ટિનામાં જોર્જ મેરીયો બર્ગોગ્લિયો તરીકે થયું હતું. તેઓ અમેરિકાથી પસંદ થનાર પહેલા પોપ હતા. 76 વર્ષની ઉંમરે પોપ તરીકે નિમાયા બાદ તેઓએ તરત જ સુધારાઓ શરૂ કર્યા.
12 વર્ષના કાર્યકાળમાં પોપે વેટિકન વ્યવસ્થાપન ફરીથી ગોઠવ્યું, ચાર મહત્વપૂર્ણ દસ્તાવેજો તૈયાર કર્યા, 65થી વધુ દેશોની મુલાકાત લીધી અને 900થી વધુ પवિત્રતા ઘોષિત કર્યા.
તેમની નોંધપાત્ર પહેલોમાં સમલૈંગિક જોડીઓ માટે આશીર્વાદની મંજૂરી અને પ્રથમવાર મહિલાઓને વેટિકન ઓફિસના વડા તરીકે નિયુક્ત કરવી શામેલ છે. તેઓએ ચર્ચના વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા કરવા પાંચ વખત વૈશ્વિક સમ્મેલન પણ યોજ્યા હતા.
