બોકારોમાં કોબ્રાની કામગીરી, અથડામણમાં 8 ઠાર

બોકારોમાં નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા: 8 નકસલીઓ ઠાર, 1 કરોડના ઇનામ ધરાવતા માવોવાદી વિવેક પણ ઠાર

ઝારખંડના બોકારો જિલ્લાના લાલપનિયા વિસ્તારમાં આવેલા લુગુ હિલ્સમાં CRPF ની કોબ્રા કમાન્ડો બટાલિયન અને ઝારખંડ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 8 નકસલીઓને ઠાર કર્યા છે. આ અથડામણ સવારે 5:30 વાગ્યે શરૂ થઈ હતી અને હજુ પણ ચાલુ છે.

આ ઓપરેશન દરમિયાન 1 કરોડના ઇનામ સાથે શોધાઈ રહ્યો માવોવાદી વિવેક પણ ઠાર થયો છે. સુરક્ષા દળોએ સ્થળ પરથી બે INSAS રાઈફલ, એક SLR અને એક પિસ્તોલ પણ કબ્જે કરી છે. ખાસ વાત એ છે કે આ અથડામણમાં કોઈપણ સુરક્ષા કર્મી ઘાયલ થયો નથી.

કોબ્રા કમાન્ડોની શૌર્યપૂર્ણ કામગીરી
કોબ્રા (Commando Battalion for Resolute Action) CRPF ની વિશિષ્ટ યુનિટ છે, જે જંગલ અને ગેરીલા યુદ્ધ માટે જાણીતી છે. નકસલ વિરોધી ઓપરેશનોમાં કોબ્રાની ભૂમિકા ખૂબ મહત્વની રહે છે.

2026 સુધીમાં નકસલમુક્ત ભારતનો સંકલ્પ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દેશને 31 માર્ચ 2026 પહેલા નકસલમુક્ત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. તેમણે નકસલીઓને મુખ્ય પ્રવાહમાં આવવા માટે અપીલ પણ કરી છે.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર