વડોદરાઃ બસ-ટ્રક ટક્કર, 2નાં મોત, 10 ઘાયલ

રાજ્યમાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણનાં મોત, 27 ઘાયલ

રાજ્યમાં રવિવારે રાત્રે બે અલગ-અલગ રસ્તાઓ પર થયેલા ગંભીર માર્ગ અકસ્માતોમાં ત્રણ લોકોને જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વડોદરામાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
સુરતથી અમદાવાદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે રાત્રે મોડે એક ટ્રક પાછળ ઘૂસી ગઈ. આ ગંભીર અકસ્માતમાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય સાત લોકોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

મહેસાણા-ઉંઝા હાઈવે પર બીજો અકસ્માત
મહેસાણા-ઉંઝા હાઈવે પર સિદ્ધપુરના માકતુપુર નજીક બીજા અકસ્માતમાં ટ્રાવેલ્સ બસ અને ટ્રેલર વચ્ચે ભયાનક ટક્કર થઈ. રાજસ્થાનના બોલતારા ગામેથી સુરત જતી ટ્રાવેલ્સ બસ ટ્રેલર પાછળ ધસડી ગઈ. આ દુર્ઘટનામાં બે મુસાફરોના મોત થયા અને 17 જેટલા લોકો ઘાયલ થયા છે.

અકસ્માતની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ તુરંત સ્થળ પર પહોંચી ગઈ. ઘાયલ મુસાફરોને મહેસાણા, ઉંઝા અને ધરપુરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જયારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર