સુરતમાં અકસ્માત, એકના મોત, બે ઈજાગ્રસ્ત

સુરતના નાવાગામ નજીક ભયાનક અકસ્માત: ઝડપદાર ટ્રકે બે પોલીસકર્મી સહિત  ચાર લોકોને અડફેટે લીધા, એકનું મોત

સુરતના કામરેજ નજીક નાવાગામ બ્રિજ પાસે આજે એક ભયાનક અકસ્માત થયો. ટ્રાફિક સમસ્યા સર્જાતા, જિલ્લાની ટ્રાફિક પોલીસ ટ્રાફિક સુગમ કરવા પહોંચી હતી ત્યારે એક ઝડપદાર ટ્રકે ચાર લોકોને અડફેટે લીધા.

એકનું મોત, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં બોલેરો ચલાવતા રાહદે કૃષ્ણ પાંડેને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું. બે પોલીસકર્મી, કિરણસિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવા ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ત્રણ વાહનોના અથડામણથી સર્જાયો અકસ્માત
આ દુર્ઘટનામાં ત્રણ વાહનો સામેલ હતા – પીકઅપ બોલેરો (GJ 19 X 2659), ટ્રાફિક પોલીસની બોલેરો (GJ 18 GB 6949) અને ક્રેન (GJ19 AM 01973). ટ્રક (RJ 14 GN 5069) ખૂબ જ ઝડપે આવીને નિયંત્રણ ગુમાવતાં આ દુર્ઘટના બની.

ચાલક ફરાર, ક્લીનરને ઝડપી પાડયો
ટ્રક ડ્રાઈવર ઘટનાની સાથે જ વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. જો કે, ટ્રક ક્લીનરને પોલીસે પકડી પાડ્યો છે અને ડ્રાઈવર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર