CMOમાંથી નીલ પટેલ હટ્યા, યાદી લીકથી વિવાદ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ખાસ સહાયક નીલ પટેલને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હટાવી દેવામાં આવ્યા છે. જાણકારોના જણાવ્યા મુજબ, ભાજપના જીલ્લા પ્રમુખોની યાદી જાહેર થવાને પહેલાજ લીક થઇ જવાથી આખી ઘટના વિવાદાસ્પદ બની. માત્ર યાદી જ નહિ, પરંતુ અન્ય ગુપ્ત માહિતી પણ બહાર જતા મામલો ગંભીર બન્યો.

હમણાંથી મુખ્યમંત્રી કાર્યાલય સતત વિવાદમાં ઘેરાયું છે. અગાઉ, મુખ્યમંત્રીના અંગત સચિવ ધૂર્મિલ પટેલ પર ભ્રષ્ટાચાર સહિતની ફરિયાદો બાદ તેમને હટાવવામાં આવ્યા હતા, જયારે PRO હિતેષ પંડ્યા પણ કિરણ પટેલ કેસના કારણે રાજીનામું આપી ચૂક્યા છે. હવે નીલ પટેલના હટાવાના પગલાએ ફરી એક વાર સચિવાલયમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.

આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અચાનક દિલ્હીની મુલાકાત પણ રાજકીય ગરમાવો લાવી રહી છે. ભાજપના રાજ્ય અધ્યક્ષના નામે ચકાસાટ વધતી જોઈ રહી છે.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર