ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ઇમેલ મારફતે 1 કરોડ રૂપિયાની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના સામે આવતાની સાથે જ અમરોહાની ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. શમીને ધમકી કર્ણાટકના એક શખ્સ તરફથી મળ્યો ઇમેલ દ્વારા મળી હોવાનું કહેવામાં આવ્યું છે. હાલ શમી IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ સાથે રમી રહ્યો છે, જ્યાં ટીમનું પ્રદર્શન નબળું રહ્યું છે. શમી ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી છે અને તેની ઝડપભરી બોલિંગ માટે જાણીતા છે.
