ગુજરાતના 19 શહેરોમાં 7 મેના રોજ યોજાશે વિશાળ મૉક ડ્રિલ – જાણો ક્યા શહેરો સામેલ છે
આજ રોજ ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી જેમાં આવતીકાલે ગુજરાતના 19 સ્થળે યોજાનારી સિવિલ મૉક ડ્રિલ અંગે ચર્ચા કરવામાં આવી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ ડ્રિલ માટે તૈયાર કરાયેલા ઍક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી.
આ બેઠકમાં ગૃહ વિભાગના વધારાના મુખ્ય સચિવ એમ.કે.દાસ, આવકવેરા વિભાગની અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સના DGP મનોજ અગ્રવાલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા.
કયા શહેરોનો સમાવેશ થયો છે?
મૉક ડ્રિલ ચાર કેટેગરીમાં વિભાજિત છે:
પ્રથમ કેટેગરી:
-
સુરત
-
વડોદરા
-
કાકરાપાર
બીજી કેટેગરી:
-
અમદાવાદ
-
ભુજ
-
જામનગર
-
ગાંધીનગર
-
ભાવનગર
-
કંડલા
-
નલિયા
-
અંકલેશ્વર
-
ઓખા
-
વાડિનાર
ત્રીજી કેટેગરી:
-
ભરૂચ
-
ડાંગ
-
કચ્છ
-
મહેસાણા
-
નર્મદા
-
નવસારી
આ મૉક ડ્રિલ પાછળનો હેતુ શું છે?
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિના ધમકા વચ્ચે, દેશભરમાં નાગરિકોને એર સ્ટ્રાઇક જેવી તાત્કાલિક પરિસ્થિતિથી બચવાની તૈયારી માટે તાલીમ આપવામાં આવશે. 1971ના યુદ્ધ પછી આવી રાષ્ટ્રીય સ્તરની ડિફેન્સ મૉક ડ્રિલ પહેલવાર યોજાઈ રહી છે.
કયા રાજ્યોમાં ખાસ નજર?
ગુજરાત ઉપરાંત પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ સરહદી ઉત્તર પૂર્વ રાજ્યોમાં પણ ઊંચા જોખમના આધાર પર આ મૉક ડ્રિલના સ્પેશિયલ અભ્યાસ યોજાશે.
લોકોને શું સમજવું જોઈએ?
આ મૉક ડ્રિલ દરમિયાન મોટા અવાજના સાયરન વાગશે, રસ્તાઓ ખાલી કરાવાશે અને નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચવાની તાલીમ આપવામાં આવશે. પરંતુ આ બધું માત્ર તાલીમનો ભાગ છે – ડરવાની કે પેનિક થવાની કોઈ જરૂર નથી. સરકાર તરફથી સમસ્ત સૂચનાઓ આપવામાં આવશે.
