રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં હાલત ચિંતાજનક બન્યાં છે. પાકિસ્તાનના ડ્રોન હુમલાના પ્રયાસોને પગલે જૈસલમેર, બાડમેર અને શ્રીગંગાનગરમાં રાત્રે 9થી સવારે 4 સુધી બ્લેકઆઉટ જાહેર કરાયું છે.
જેસલમેરમાં પાકિસ્તાન તરફથી થયેલા ડ્રોન હુમલાનો ભારતીય સુરક્ષા દળોએ સફળતાપૂર્વક ચપળતાથી જવાબ આપ્યો. જિલ્લાની શાંતિને લઈ અગાઉથી કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાઈ હતી.
જૈસલમેરમાં વિસ્ફોટના અવાજથી નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. લોકો ઘરમાં રહેવાની સલાહને ગંભીરતાથી લઇ રહ્યાં છે. અધિકૃત સ્તરે વિસ્ફોટના અવાજ અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ત્યાં બાડમેરમાં પણ ત્રીજીવાર સાયરન વાગતાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે. સરહદી વિસ્તારોમાં લોકોએ પણ પોતાનો દિવસ અંધકારમાં પસાર કરવાનો નિર્ણય લીધો છે.
