વૈશાખી પૂર્ણિમા: પાવન તિથિ પર વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજા કરો, મળે છે અધભૂત ફળ
હિન્દુ કેલેન્ડર અનુસાર, દરેક પૂર્ણિમા તિથિને ખાસ ધાર્મિક મહત્વ હોય છે, પરંતુ વૈશાખ પૂર્ણિમાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. વૈશાખ મહિનો દેવતાઓને સમર્પિત હોય છે અને આ દિવસે પૂજાપાઠ અને વ્રતથી અનેક પુણ્યોની પ્રાપ્તી થાય છે.
આ તિથિને ભગવાન બુદ્ધના જન્મ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે આ દિવસ ખુબ મહત્વ ધરાવે છે. હિંદુ ધર્મ મુજબ, વૈશાખી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે. અને ચંદ્રદેવની આરાધના કરવાથી માનસિક અશાંતિ અને ચંદ્રદોષ જેવી તકલીફો દૂર થાય છે.
પ્રાચીન કથા – ધનેશ્વર બ્રાહ્મણનું જીવન બદલાયો
પૌરાણિક કથાઓ અનુસાર, એક વખત ધનેશ્વર નામના બ્રાહ્મણ અને તેની પત્ની સુશીલા સંતાન વિના દુ:ખી જીવન જીવી રહ્યા હતા. એક સંત તેમના શહેરમાં આવ્યા હતા, પરંતુ ભિક્ષા લેવા તેમની ઝૂંપડી સુધી ગયા ન હતા. કારણ પૂછતાં કહ્યું કે નિઃસંતાન દંપતિના ઘરની ભિક્ષા અશુદ્ધ ગણાય છે.
આ સાંભળી ધનેશ્વર વ્યથિત થયા અને ઉકેલ માંગ્યો. સંતે તેમને માતા કાલીની આરાધના સાથે 16 દિવસનું વ્રત રાખવાની સલાહ આપી. વ્રત પૂર્ણ થતાં માતા કાલી પ્રસન્ન થઈ અને દંપતિને સંતાનલાભનો આશીર્વાદ આપ્યો. તેમને દરેક પૂર્ણિમાએ દીવો કરવાના માર્ગદર્શન પણ આપ્યા.
થોડા દિવસમાં સુશીલા માતા બની અને પુત્ર દેવદાસ જન્મ્યો. દેવદાસ જ્યારે કાશીમાં શિક્ષણ લેવા ગયો ત્યારે ભુલથી તેની બાળાવસ્થામાં જ લગ્ન કરાવાયા. તેના ઇનકાર પછી પણ યમદૂત તેને લઇ જવા આવ્યા પણ નિષ્ફળ રહ્યા. યમરાજે આખો મામલો જાણીને શિવ અને પાર્વતીથી માર્ગદર્શન માંગ્યું. માતા પાર્વતીએ જણાવ્યું કે આ ચમત્કાર માતા કાલી અને પૂર્ણિમા વ્રતના ફળસ્વરૂપ છે.
વૈશાખી પૂર્ણિમા 2025 મુહૂર્ત:
-
શરૂઆત: 11 મે સાંજે 06:55 વાગ્યે
-
અંત: 12 મે સાંજે 07:22 વાગ્યે
-
ચંદ્રોદય: સાંજે 05:59 વાગ્યે
-
અર્ઘ્યનો શ્રેષ્ઠ સમય: ચંદ્રોદય સમયે
