કર્નલ સોફિયા વિવાદ લઈને હાઇકોર્ટ નો આદેશ

વિજય શાહના વિવાદિત નિવેદન પર હાઈકોર્ટનું તાત્કાલિક એક્શન, 4 કલાકમાં FIRનો આદેશ

મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહના વિવાદાસ્પદ નિવેદન પર રાજ્ય હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કર્નલ સોફિયા કુરેશી અંગેના નિવેદનને સ્વતઃ નોંધમાં લઈ, માત્ર 4 કલાકની અંદર મંત્રી વિરુદ્ધ FIR દાખલ કરવા રાજ્યના DGPને આદેશ આપ્યો છે. આ મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી છે.

ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિ અતુલ શ્રીધરીએ સ્પષ્ટ કહ્યું કે કોઇ પણ પરિસ્થિતિમાં વિજય શાહ વિરુદ્ધ FIR દાખલ થવી જ જોઈએ. રાજ્યના એડવોકેટ જનરલ પ્રશાંત સિંહને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. કોર્ટનો આ આદેશ રાજ્યમાં કાયદાની પ્રક્રિયાની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે.

વિજય શાહે શું કહ્યું હતું?

મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશીનું નામ લીધા વિના એવું નિવેદન આપ્યું હતું, જેને સામાન્ય જનતામાં સ્ત્રીઓ અને સેના સામે અપમાન તરીકે જોવામાં આવ્યું. આ નિવેદન બાદ તીવ્ર નારાજગી વ્યાપી હતી.

વિજય શાહે માફી માંગી

સામાજિક દબાણ અને કાનૂની કાર્યવાહી વચ્ચે વિજય શાહે પત્રકાર પરિષદમાં પોતાનું નિવેદન પરત ખેંચ્યું અને માફી પણ માંગી. તેમણે કહ્યું, “મારે કર્નલ સોફિયા અંગે કોઈ ખોટી niyat ન હતી. હું સેનાનું અપમાન કરવાનું ક્યારેય ઈચ્છતો નથી. જો મારો શબ્દ કોઈના દિલને દુઃખ આપતો હોય, તો હું માફી માંગું છું.”

તેમણે ઉમેર્યું કે દેશની સુરક્ષા માટે જે બહાદુર મહિલાઓ આગળ આવે છે, તે સર્વેને હું સલામ કરું છું. તેમણે એમ પણ કહ્યું કે મારા પરિવારનો પણ સેનાથી સંબંધ રહ્યો છે અને આતંકવાદ સામે લડનાર દરેક યોધ્ધા માટે હું આભારી છું.

અગામી કાર્યવાહી અને લોકોની અપેક્ષા

હાઈકોર્ટના આ કડક પગલાંને લોકો લોકશાહી અને ન્યાય વ્યવસ્થાની જીત તરીકે જોઈ રહ્યા છે. FIR નોંધવાની સુનિશ્ચિતતાથી મંત્રીપદ પર રહેલા વ્યક્તિઓ પણ જવાબદાર બનશે – એવો સંદેશ જાય છે. હવે તમામની નજર સોમવારે નિર્ધારિત આગળની સુનાવણી પર છે.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર