ગ્લોબલ ટાઇમ્સ અને શિન્હુઆના X હેન્ડલ પર રોક

ભારત સરકારે ચીન વિરુદ્ધ એક મહત્વપૂર્ણ ડિજિટલ કાર્યવાહી હાથ ધરી છે. ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન ખોટી માહિતી ફેલાવવાના આરોપ હેઠળ ચીનના સરકારી મીડિયાઓ, ગ્લોબલ ટાઈમ્સ અને શિન્હુઆના X (અગાઉનું Twitter) એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકાયો છે.

ગ્લોબલ ટાઈમ્સ ચીનની શાસક કમ્યુનિસ્ટ પાર્ટીનું સત્તાવાર અખબાર છે અને ઘણા વખતથી ભારત વિરુદ્ધ વિવાદિત અને ભ્રામક માહિતી પ્રસિદ્ધ કરતું રહ્યું છે. સૂત્રો મુજબ, ભારતમાં આ પ્રતિબંધનું પગલું ચીનની અપમાનજનક નીતિઓ અને તાજેતરના તણાવને પગલે લેવાયું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે હાલમાં જ જણાવ્યું હતું કે ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ પોતાનાં નકશામાં બદલી નાખ્યા છે.

આ સમગ્ર વિવાદ ‘ઓપરેશન સિંદૂર’ પછી ઊભો થયો હતો. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનને બહાવલપુર નજીક તોડી પાડવામાં આવ્યું છે. આ ખોટા દાવાઓ ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત થયા, જેના કારણે ભારતે આ ગંભીર પગલું ભર્યું છે.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર