21 દિવસથી પાકિસ્તાનમાં બંધક બનાવાયેલા BSF જવાન પી.કે. શો હવે સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. 23 એપ્રિલ 2025થી તેઓ પાકિસ્તાની રેન્જર્સની કસ્ટડીમાં હતા. મળતી માહિતી અનુસાર, પી.કે. શો સરહદ નજીક ફરજ પર હતા ત્યારે તેઓ ભૂલથી પાકિસ્તાની હદમાં પ્રવેશી ગયા હતા, જેને કારણે પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા.
બુધવારે સવારે 10:30 વાગ્યે અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ વાટાઘાટ બાદ પાકિસ્તાને પી.કે. શોને ભારતને પરત સોંપ્યા હતા. બંને દેશોએ આ પગલાં પ્રોટોકોલ મુજબ લીધું. BSFના જણાવ્યા અનુસાર, જવાનની હાલત સારી છે અને તેમની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે.
આ ઘટનાથી સરહદ પરના તણાવમાં થોડો શાંત સપાટો આવ્યો છે અને બંને દેશોએ સહયોગની ભૂમિકા પણ દાખવી છે.
