‘ભાર્ગવાસ્ત્ર’ ડ્રોન પ્રણાલી પરીક્ષણ સફળ

ભાર્ગવાસ્ત્ર: દેશી ટેક્નોલોજીથી ડ્રોન હુમલાનો રાષ્ટ્રરક્ષક જવાબ

સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ (SDAL) દ્વારા તૈયાર કરાયેલ ‘ભાર્ગવાસ્ત્ર’ એ ભારતની નવીનતમ સ્વદેશી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ છે. ભારત સામે સતત વધી રહેલા ડ્રોન હુમલાના ખતરાને જોતા, દેશના સંશોધકો દ્વારા ઓછા ખર્ચે વિકાસ પામેલી આ સિસ્ટમનો ઉદ્દેશ નાના ડ્રોન તથા ઉડતી મિસાઈલોને ઝડપથી શોધીને તેમનો નાશ કરવો છે.

SDALએ ઓડિશાના ગોપાલપુર ખાતે આવેલી સીવર્ડ ફાયરિંગ રેન્જમાં ભાર્ગવાસ્ત્રનું સફળ પરીક્ષણ કર્યું. મંગળવારે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ત્રણ અલગ અલગ પરીક્ષણો કરવામાં આવ્યા. જેમાં એક પરીક્ષણ દરમિયાન બે મિસાઈલને માત્ર 2 સેકન્ડની અંદર સાલ્વો મોડમાં એકસાથે ફાયર કરવામાં આવી. તમામ મિસાઈલોએ અપેક્ષિત પ્રદર્શન કરીને સિસ્ટમની કાર્યક્ષમતા સાબિત કરી.

આ માઇક્રો-મિસાઇલ આધારિત સિસ્ટમ 6 કિલોમીટર સુધીની રેન્જમાં અસરકારક છે અને એકસાથે 64થી વધુ ડ્રોનને ટાર્ગેટ કરીને નાશ કરી શકે છે. ભાર્ગવાસ્ત્ર દુશ્મનના ડ્રોન અને મિસાઈલોને સેન્સ કરીને તરત જ નાબૂદ કરી દે છે.

આ indigenous ટેક્નોલોજી માત્ર ભારતને આત્મનિર્ભર બનાવે છે, પરંતુ દુશ્મનના હવાઈ હુમલાઓ સામે સુરક્ષાનો મજબૂત ઢાળ પણ પૂરું પાડી શકે છે.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર