ગુજરાત ટાઇટન્સ માટે મોટી દુઃખદ ખબર! IPLમાં સારા ફોર્મમાં રમતો જોશ બટલર પ્લેઓફ દરમિયાન ટીમ માટે ઉપલબ્ધ નહી રહે. તેના સ્થાન પર શ્રીલંકાનો વિકેટકીપર-બેટ્સમેન કુસલ મેન્ડિસ ટીમમાં જોડાઈ શકે છે. કુસલ પ્રથમ વખત IPLમાં રમશે અને પીએસએલમાં તે સારો પ્રદર્શન કરી રહ્યો છે. જો તેનું નામ ઓફિશિયલી જાહેર થાય તો GT માટે આ મોટી શક્તિ બની શકે છે. IPL હવે 17 મેથી ફરી શરૂ થશે, જેમાં ટીમોને નવી પડકારોનો સામનો કરવો પડશે.
