બલૂચિસ્તાનનો આઝાદીનો ઘોષણા પત્ર – એક વ્યથા, એક લલકાર
બલૂચિસ્તાનના નેતા મીર યાર બલોચે એક મહત્વપૂર્ણ ઘોષણા કરીને વિશ્વના નગરનાયકને ઝજજોડ્યા છે. 14 મે, 2025ના રોજ મીર યાર બલોચે બલૂચિસ્તાનની decades લાંબી પીડાને અવાજ આપ્યો અને પાકિસ્તાનથી સંપૂર્ણ સ્વતંત્રતાનું એલાન કર્યું.
તેમણે જણાવ્યું કે બલૂચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી. આ નિવેદન પાછળ માત્ર રાજકીય નથી, પણ એક આખા સમાજની પીડા, લોહી અને અસહ્ય દુઃખની વાર્તા છુપાયેલી છે. તેમણે એક્સ (ટ્વિટર) પર લખ્યું કે, “બલૂચિસ્તાનના લોકોએ પોતાનો નિર્ણય આપી દીધો છે. હવે દુનિયાને ચૂપ ન રહેવું જોઈએ.“
તેમણે સ્પષ્ટતા આપી કે બલૂચો પાકિસ્તાની નથી – તેઓ બલૂચિસ્તાનના નાગરિક છે. પંજાબી શાસન હેઠળ વર્ષો સુધી તેઓએ હવાઈ હુમલાઓ, માનવાધિકારના ભંગ અને હજારો નિર્દોષ બલૂચોના ગાયબ થવાનું દુઃખ સહન કર્યું છે.
મીર યાર બલોચે ભારતના એ નિવેદનને પણ સમર્થન આપ્યું જેમાં ભારતે પાકિસ્તાનને પોક (PoK) ખાલી કરવા માટે કહ્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે આ નિર્ણયને બલૂચિસ્તાન સંપૂર્ણ ટેકો આપે છે. તેમણે અપીલ કરી કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાન પર દબાણ બનાવે કે તે તાત્કાલિક PoK ખાલી કરે જેથી ઢાકામાં 1971 જેવી શરમજનક શરણાગતિની પુનાવૃતિ ન થાય.
તેમણે એવું પણ કહ્યું કે જો પાકિસ્તાન અટકળબાજી છોડશે નહીં, તો તેના લોભી સેનાપતિઓને જ એક વધુ રક્તપાત માટે જવાબદાર ઠેરવવામાં આવશે. કારણ કે તેઓ PoKના નાગરિકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે.
અંતે, મીર યાર બલોચે ભારતના નાગરિકોને પણ અનુરોધ કર્યો કે તેઓ બલૂચોને પાકિસ્તાની ન કહેશે. “અમે પાકિસ્તાની નથી, અમે બલૂચિસ્તાનના લોકો છીએ.“
