ઓપરેશન સિંદૂર પછી now next level, મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્ર માટે ₹50,000 કરોડનું વધારાનું બજેટ આપશે
ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના અંદર ઘુસીને આતંકી ઠેકાણાઓનો ખતમ કરનારી ભારતીય સેના હવે વધુ સશક્ત બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્ર માટે રૂ. 50,000 કરોડનું વધારાનું બજેટ ફાળવવાનો વિચાર કર્યો છે. આ પગલું ઓપરેશન સિંદૂરની સફળતા પછી લેવાયું છે, જેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ થયો હતો અને પાકિસ્તાન હચમચી ગયું હતું.
આ વધારાના બજેટનો ઉપયોગ નવા શસ્ત્રો, દારૂગોળા, અને આધુનિક ટેકનોલોજીની ખરીદી માટે થવાનો છે. ઉપરાંત, રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) અને સેનાની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ કરાશે. સંસદના આગામી શિયાળુ સત્રમાં આ બજેટને મંજૂરી મળી શકે છે.
વિશેષ ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2024-25માં સંરક્ષણ માટે 6.81 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જે પાછલા વર્ષ કરતા 9.53% વધુ છે. છેલ્લા દાયકામાં આ બજેટમાં ત્રણગણો વધારો થયો છે — 2014-15માં ₹2.29 લાખ કરોડ હતું, અને હવે ₹6.81 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે કુલ કેન્દ્રિય બજેટના 13.45% જેટલું છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે સરહદ પાર કર્યા વિના જ પાકિસ્તાનની અંદર ડ્રોન અને મિસાઈલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યાં હતાં. તેમાં રશિયન S-400, બરાક-8, અને સ્વદેશી આકાશ જેવી મિસાઈલ સિસ્ટમ્સનો મહત્ત્વનો ઉપયોગ થયો હતો. ઉપરાંત પેચોરા, ઓસા-એકે અને એલએલએડી ગન જેવી ઘાતક સુરક્ષા સિસ્ટમ્સ તૈનાત કરી પાકિસ્તાનના મોરચે ખલેલ પહોંચાડી હતી.
મોડી સરકારે એક વખત ફરી સાબિત કર્યું છે કે દેશની સુરક્ષા માટે કોઈપણ પ્રકારનો ખર્ચ ઓછો નથી.
