ડિજિટલ યુગે માનવીને નવી ટેક્નોલોજી તો આપી, પણ સાથે લાવ્યું છે સાયબર છેતરપિંડીના વધતા કિસ્સાઓ. સુરતમાં એક સિનિયર સિટીઝન સાથે એવો જ દ્રોઢ ફ્રોડ થયો કે સાંભળી ચોંકી જવાય.
એક ટોળકી પોતાની ઓળખ વીમા કંપનીના અધિકારી તરીકે આપી, સફળતાપૂર્વક તેમની સાથે ભરોસો ઉભો કર્યો. તેઓએ સરસ મજાની ઈન્વેસ્ટમેન્ટ અને હાઈ રિટર્નનું લાલચ આપી તેમના પરિવારના સભ્યોના નામે અલગ-અલગ 10 પોલીસી લેવડાવી. પછી કહ્યું કે ‘પોલીસીની પાકતી રકમ મેળવવા થોડો ચાર્જ આપવો પડશે’ – અને આવી રીતે 98 લાખથી વધુ રૂપિયા અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા.
ફરિયાદ બાદ સુરત સાયબર ક્રાઈમ સેલે ઝડપથી કાર્યવાહી કરી. ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ડિટેઈલ્સના આધારે પોલીસે દિલ્હીથી અમિતકુમાર ઠાકુર અને સુમિતકુમાર ઠાકુર નામના બંને આરોપીઓને પકડી કાઢ્યા. તેઓ પૈસા પોતાના પરિચિતોના ખાતામાં મગાવતાં અને રોકડ રૂપિયાની આપલે કરતાં.
હાલ તો પૂછપરછ ચાલી રહી છે કે આ બે આરોપીઓએ બીજાં કેટલાં લોકો સાથે આવી છેતરપિંડી કરી છે. સુરત સાયબર સેલની સફળ કાર્યવાહીથી ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવવા મજબૂતી મળી છે.
