https://www.gstv.in/news/sports/neeraj-chopra-breach-90-meter-mark-for-the-first-time
નીરજ ચોપરાનું ઇતિહાસ સર્જન: પ્રથમ વખત 90 મીટરનો થ્રો કરનાર ભારતીય ખેલાડી
ભારતના ગૌરવ અને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા એ એવુ કર્યું છે જેની બધા ભારતીયોને વર્ષોથી આશા હતી. દોહામાં યોજાયેલી ડાયમંડ લીગમાં તેણે પહેલીવાર 90 મીટરની લાઇન પાર કરી, જેવલિન થ્રોમાં 90.23 મીટરનો વિશાળ થ્રો કરીને ઇતિહાસ રચ્યો. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બનેલ નીરજ માટે આ ક્ષણ અત્યંત મહત્વપૂર્ણ હતી.
અદ્ભુત વાત એ છે કે, આ ટ્રેઇનિંગ તેને વિશ્વવિખ્યાત ચેક રિપબ્લિકના યાન ઝેલેઝ્ની પાસેથી મળી હતી – જે 98.48 મીટરનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. કોચ બદલીને, નવા દિશામાં આગળ વધતાં જ નીરજએ આ ઐતિહાસિક થ્રો કર્યો.
વિશિષ્ટ વાત એ છે કે તેનો ત્રીજો થ્રો 90.23 મીટર રહ્યો, જ્યારે અગાઉ તેનું શ્રેષ્ઠ 89.94 મીટર હતું. જોકે અંતિમ ત્રણ થ્રોમાં તે વધુ આગળ ન જઈ શક્યો, અને જર્મન ખેલાડી જુલિયન વેબરે 91.06 મીટરનો થ્રો કરીને મીટ જીતવી.
અગાઉના વિવાદો અને દબાણ વચ્ચે પણ નીરજ પોતાની લયમાં રહ્યો. પ્રથમ થ્રોમાં જ તેણે 88.44 મીટરનો પાવરફૂલ થ્રો કર્યો અને સ્પર્ધાનું નેતૃત્વ મેળવ્યું.
દુર્ભાગ્યે, અંતિમ ક્ષણે તેણે વિજય ગુમાવ્યો છતાં તેના 90 મીટર પાર કરવાના સપનાનું સાકાર થવું, દેશ માટે ગૌરવનું પળ છે.
બીજા ભારતીય ખેલાડી કિશોર જેનાએ 78.60 મીટર સુધીનો શ્રેષ્ઠ થ્રો કર્યો અને 8મા સ્થાને રહ્યો. ગુલવીર સિંહ 5000 મીટરની દોડમાં 13:24.32 મિનિટ સાથે 9મા સ્થાને રહ્યો.
