ભારતમાં આતંકવાદની સામે વિરોધ માટે સરકારે સર્વદળિય પ્રતિનિધિ મંડળ મોકલવાનું નક્કી કર્યું છે. આ મંડળમાં શશિ થરૂરનું નામ પહેલા કોંગ્રેસની યાદીમાંથી બહાર હતું, પણ સરકારએ તેમને જવાબદારી સોંપી છે. થરૂર અમેરિકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને વિશ્વમાં ભારતના દૃષ્ટિકોણનું પ્રસાર કરશે. ભાજપે કોંગ્રેસ પર હુમલો કરીને કહ્યું કે, ‘જે લોકો દેશ માટે બોલે છે, તેમને રાહુલ ગાંધી કેમ નફરત કરે છે?’ શશિ થરૂરે પણ સરકારની ઓફર સ્વીકારી અને કહ્યું કે, રાષ્ટ્રની સેવા માટે તે પાછળ નહીં રહી શકે.






