ISROનું PSLV-C61 મિશન નિષ્ફળ: EOS-09 ઉપગ્રહ કક્ષામાં ન પહોંચી શક્યો
શનિવારે ISROનું PSLV-C61 રોકેટ મિશન અધૂરૂં રહી ગયું હતું. પ્રારંભિક તબક્કાઓ સફળતા પૂર્વક પૂરા થયા પછી ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ISROના વડા વી. નારાયણનએ આ અંગે માહિતી આપી હતી કે, રૉકેટના ત્રીજા તબક્કાના સંચાલન દરમિયાન અચાનક અવરોધ આવ્યો. જેના કારણે EOS-09 ઉપગ્રહને નિર્ધારિત પૃથ્વી કક્ષામાં મુકવામાં શક્ય બન્યું નહીં.
EOS-09, જે EOS-04 નું પુનરાવૃત્તિ સંસ્કરણ હતું, તેનો હેતુ રિમોટ સેન્સિંગ ડેટા પ્રદાન કરવાનો હતો. આ ડેટા પરથી ખેતી, જળસંગ્રહ, વનવિભાગ, અને સુરક્ષા ક્ષેત્રમાં કામ કરતી એજન્સીઓને મહત્વપૂર્ણ માહિતી મળી રહેતી. ખાસ કરીને EOS-09 આતંકવાદ વિરોધી કામગીરીઓ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ શોધવા માટે પણ મહત્વ ધરાવતો ઉપગ્રહ હતો.
ISROની ટેકનિકલ ટીમ ખામીના મૂળ કારણની જાણકારી મેળવવા માટે લોન્ચિંગ દરમિયાનની સમગ્ર પ્રક્રિયાનું વિશ્લેષણ કરશે. ISROના જણાવ્યા પ્રમાણે, મુશ્કેલી કે ત્રાસ છતાં સંસ્થા ભવિષ્યમાં વધુ મજબૂતીથી પાછી ફરશે અને આ પ્રકારની ખામીઓને ટાળવા માટે જરૂરિયાત મુજબ સુધારાઓ કરશે.
