ભારતની જાણીતી કન્નડ લેખિકા, વકીલ અને સક્રિય એક્ટિવિસ્ટ બાનુ મુશ્તાકે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેમના કન્નડ ભાષામાં લખાયેલું પુસ્તક ‘હાર્ટ લેમ્પ’ એ આ એવોર્ડ જીતનાર પહેલું કન્નડ પુસ્તક બની ગયું છે. આ કૃત્ય માત્ર ભાષાને જ નહીં, પણ દક્ષિણ ભારતીય મહિલાઓના જીવન સંઘર્ષને પણ વિશ્વપટલ પર મૂકતું સિદ્ધ થયું છે.
આ પુસ્તકમાં બાનુ મુશ્તાકે પિતૃસત્તાત્મક સમાજમાં જીવતી દક્ષિણ ભારતીય મુસ્લિમ મહિલાઓના જીવનની ઘટનાઓને અનોખી સંવેદનશીલતા સાથે રજૂ કરી છે. વર્ષ 1990 થી 2023 દરમિયાન ત્રણ દાયકાના સમયગાળામાં તેમણે 50 હ્રદયસ્પર્શી કથાઓ લખી હતી. આમાંથી 12 કહાણીઓનું પસંદગીપૂર્વક અનુવાદ અભિનેતા અને લેખિકા દીપા ભષ્ઠી દ્વારા અંગ્રેજીમાં કરવામાં આવ્યું હતું.
આ અનુવાદને પણ એટલી જ પ્રશંસા મળી, કે દીપા ભષ્ઠી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતનાર પહેલી ભારતીય અનુવાદક બની. ‘હાર્ટ લેમ્પ‘ એ બુકર માટે પસંદ કરવામાં આવેલા 6 શ્રેષ્ઠ પુસ્તકોમાંથી એકમાત્ર શોર્ટ સ્ટોરી કલેક્શન હતું, જેને આખરે વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યું.
બુકર પ્રાઈઝ માટે યોજાયેલા કાર્યક્રમમાં, જે લંડનના ટેટ મોડર્નમાં મંગળવારે આયોજિત થયો હતો, ત્યાં બાનુ મુશ્તાક અને દીપા ભષ્ઠી બંનેએ એવોર્ડ ગ્રહણ કર્યો હતો. તેમને રૂ. 50,000 પાઉન્ડનો નાણાકીય ઈનામ મળ્યો, જે લેખક અને અનુવાદક વચ્ચે સમાન રીતે વહેંચાશે.
‘હાર્ટ લેમ્પ’ માત્ર એક પુસ્તકી જ નહીં, પરંતુ એ મહિલાઓના વાસ્તવિક સંઘર્ષ અને આંતરિક શક્તિની પ્રતિબિંબ છે. બાનુ મુશ્તાકની કલમ અને દીપા ભષ્ઠીની ભાષાંતર કળા એ સાહિત્યના દ્રષ્ટિએ નોંધપાત્ર સિદ્ધિ છે.
