મનરેગા કૌભાંડ પર ઈસુદાન ગઢવીનો આક્રોશ, કહ્યું – ‘જ્યાં સુધી બચુ ખાબડ નહીં જાય, ત્યાં સુધી આંદોલન અટકશે નહીં’
દાહોદના મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના પુત્રો સહિત અનેક લોકોની ધરપકડ થતાં ગુજરાત રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ઈસુદાન ગઢવીએ આ મામલે સરકાર અને ખાસ કરીને પંચાયત મંત્રી બચુ ખાબડ પર તીવ્ર પ્રહારો કર્યા છે.
ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, “આ કૌભાંડ 2019થી ચાલી રહ્યું છે અને તેનો આકાર 300થી 400 કરોડ રૂપિયાનાsskદીઠ સુધી પહોંચી ગયો છે. મંત્રી હોવા છતાં બચુ ખાબડને આ અંગે કંઈ ખબર ન હોય, તે કેમ શક્ય બને?”
તેમણે કહ્યું કે, “જ્યારે પોલીસ ફરિયાદ પણ થઈ છે અને કૌભાંડ એમના જ મંત્રાલયમાં બન્યું છે, તો પછી તેઓ મંત્રી તરીકે રહી શકે એવી લાયકાત જ ધરાવતા નથી.”
ગઢવીનું દાવો છે કે જો નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થાય તો આ કૌભાંડનો આકાર 500 કરોડથી પણ વધુનો થવાની શક્યતા છે. તેમણે માંગ કરી કે બચુ ખાબડને તરત જ પદ પરથી હટાવવામાં આવે અને એમની પણ નિષ્પક્ષ તપાસ થાય.
‘ગરીબોનો હક હડપાયો છે’
મનરેગા યોજના ગરીબોને રોજગાર આપવાના હેતુથી ચાલી રહી છે, પણ ગઢવીના જણાવ્યા અનુસાર – આ કૌભાંડમાં સમગ્ર ગુજરાતમાં કયા વિસ્તારોમાં અને કેટલાય નકલી નામે કામ બતાવીને નાણાંની ઉઘરાણી થઈ છે. કેટલાક આરોપીઓ વિદેશ પણ ભાગી ગયા છે.
તેમણે કહ્યુ કે – “આ માત્ર દાહોદનો પ્રશ્ન નથી, આ ગરીબોનો હક હડપવાનો દેશવ્યાપી પ્રયાસ છે. હવે પૂરાવા સાથે અમારું આંદોલન શરૂ થશે.”
કોંગ્રેસ પર પણ આક્ષેપ
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, “માત્ર ભાજપ નહીં, પરંતુ કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ પણ આ કૌભાંડમાં સામેલ છે. વિસાવદર બેઠક જેવી જગ્યાઓ પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઉભો રાખવો એ ભાજપના દબાણ હેઠળ થયેલો નિર્ણય લાગે છે.”
તેમણે જણાવ્યુ કે, “જો સાચી તપાસ થાય તો કેટલાય નેતાઓને જેલનું મુખ જોયું પડશે. અમારું આંદોલન અટકશે નહીં, જ્યાં સુધી બચુ ખાબડ રાજીનામું નહીં આપે.”
