વકફ ફક્ત દાનની પ્રથા છે, ઇસ્લામનો આવશ્યક ભાગ નથી: સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ
સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા અંગે સુનાવણીના બીજા દિવસે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે વકફ ઇસ્લામનો જરૂરી હિસ્સો નથી, માત્ર એક દાનની રીત છે. સરકારે જણાવ્યું કે, જેમ હિન્દૂ ધર્મમાં દાન, ખ્રિસ્તી ધર્મમાં ચેરિટી અને શીખ ધર્મમાં સેવા છે, તેમ વકફ પણ દાન છે, ધાર્મિક ફરજ નહીં.
મજબૂત કાનૂની દલીલ સાથે સરકારનું રજૂઆત
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી દલીલ કરતા કહ્યું કે વકફ બોર્ડ ધર્મનિરપેક્ષ રીતે કાર્ય કરે છે. જ્યારે મંદિરો ધાર્મિક સંસ્થા હોય છે, તેમ છતાં તેમનું સંચાલન મુસ્લિમ વ્યક્તિ પણ કરી શકે છે. વકફનો આધાર માત્ર ઇસ્લામમાં દાનના વિચાર પર છે, ઇસ્લામના મૂળ તત્વોમાં તેનો સમાવેશ થતો નથી.
વિશાળ જનમતિ અને ચર્ચા બાદ સુધારાની તૈયારી
તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે 97 લાખથી વધુ લોકો પાસેથી સૂચનો મળ્યા છે. દેશભરના 25 વકફ બોર્ડો સાથે બેઠક યોજાઈ. રાજ્ય સરકારો અને અન્ય તંત્રો સાથે પણ વાતચીત કરીને સુધારાની કલમો તૈયાર કરવામાં આવી છે.
જમિન મુદ્દે સ્પષ્ટતા
સરકારના વકીલે કહ્યું કે વકફનો મામલો ઉપયોગના આધારે જમિનનો હોય છે. એટલે કે જમીન ભલે બીજાની હોય, પણ જો લાંબા સમયથી વપરાય છે, તો તેનો વપરાશ અધિકાર કોણે મેળવવો જોઈએ, એ મુદ્દે ચર્ચા જરૂરી છે. જો જમીન સરકારી હોય, તો સરકારને પોતાની મિલકત વિશે તપાસ કરવાનો અધિકાર હોવો જોઈએ.
ન્યાયિક વિવેક અને કલમ 3(C)
તુષાર મહેતાએ સ્પષ્ટ કર્યું કે કલમ 3(C) હેઠળ જમિનનો નક્કી કરવા અધિકારીઓ માત્ર રેકોર્ડની મર્યાદામાં નિર્ણય લે છે, ટાઇટલ પર અંતિમ ચુકાદો આપતા નથી. પહેલાની વ્યવસ્થામાં કલેક્ટર પોતે જ ચુકાદા આપતો હતો, હવે નવા સુધારામાં આ અધિકાર અન્ય અધિકારીઓને સોંપવાનો વિચાર છે.
