માનવાધિકાર વિરુદ્ધ ટ્રમ્પનો હુકમ, હાર્વર્ડના વિદેશી વિદ્યાર્થીઓને કોર્ટ તરફથી રાહત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક મોટો રાજકીય અને નૈતિક ફટકો પડ્યો છે.હાર્વર્ડ યુનિવર્સિટી અને તેના વિદેશી વિદ્યાર્થીઓ સામે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ કડક નિર્ણયને લઈને અમેરિકાની બોસ્ટન સ્થિત ફેડરલ કોર્ટએ ન્યાયસંગત હસ્તક્ષેપ કર્યો છે. ટ્રમ્પ સરકારના આદેશમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને હાર્વર્ડ યુનિવર્સિટીએ ન માત્ર ખુલ્લેઆમ પડકાર્યો, પરંતુ કોર્ટમાં સધીને ગુહાફરી કરી.
વિદેશી વિદ્યાર્થીઓ માટે હકારાત્મક ન્યાય
23 મે, 2025ના રોજ હાર્વર્ડ યુનિવર્સિટીએ કોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રમ્પ વહીવટીતંત્રનો આ નિર્ણય યુએસ બંધારણ તથા સંઘીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છેહાવર્ડ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય 7000થી વધુ વિઝા ધારક વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખરાબ અસર કરશે. યુનિવર્સિટીએ કહ્યું કે, “વિદેશી વિદ્યાર્થીઓ વિના હાવર્ડ હાવર્ડ નથી.”
ન્યાયાધીશ એલિસન બરોઝે લાદ્યો કામચલાઉ પ્રતિબંધ
અમેરીકી ડિસ્ટ્રિક્ટ જજ એલિસન બરોઝ, જેમની નિમણૂંક પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કરી હતી, તેમણે આ આદેશ પર તાત્કાલિક કામચલાઉ પ્રતિબંધ મુક્યો છેહાર્વર્ડ યુનિવર્સિટીએ વધુમાં કહ્યું કે, સરકારે માત્ર એક હુકમથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો, જ્યારે તેઓ યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિષ્ઠા અને મિશનમાં ઊંડો ફાળો આપે છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે આશાની કિરણ
હાલ યુનિવર્સિટીમાં 788 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. દર વર્ષે 500થી 800 ભારતીય વિદ્યાર્થીઓ અને સંશોધકો હાર્વર્ડ માં અભ્યાસ માટે જાય છે. આ નિર્ણય તેમના માટે મોટી રાહતરૂપ છે. જે વિદ્યાર્થીઓ હાલના સેમેસ્ટરમાં ડિગ્રી પૂર્ણ કરશે, તેમને ગ્રેજ્યુએટ થવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ જેમની ડિગ્રી અધૂરી છે, તેમને અન્ય યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થવું પડશે.
ટ્રમ્પ સરકારના શરતો અને વિવાદ
ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીને ઘણા કડક શરતો મૂકીને છેલ્લા પાંચ વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓના ગતિવિધિઓના રેકોર્ડ માંગ્યા હતા. જેમાં હિંસક પ્રવૃત્તિઓ, વિરોધો, યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાણ વગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
કેમ્પસમાં યહૂદી વિરોધના નામે કડક કાર્યવાહી
ટ્રમ્પ સરકારના જણાવ્યા અનુસાર હાર્વર્ડ કેમ્પસમાં યહૂદી વિરોધી ભાવનાઓ વધતી જોવા મળી છે, જેના કારણે આ પગલાં લેવામાં આવ્યા આરોપ મૂકાયો કે તે આ પ્રકારની હિંસક અને વિવાદાસ્પદ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
