મહાન સંકટ: શેખ હસિનાના યુનુસ પર ગંભીર આરોપો
બાંગ્લાદેશમાં રાજકીય તોફાન વચ્ચે વધુ એક વિવાદ ભભૂકી રહ્યો છે. દેશની ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમની મતે, યુનુસે દેશની સત્તા કબજે કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની મદદ લીધી છે.
શેખ હસિનાએ ફેસબુક પોસ્ટ મારફતે ખુલાસો કર્યો કે એક જ આતંકવાદી હુમલા પછી સરકારે કડક કાર્યવાહી કરી હતી, અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પણ હવે, બાંગ્લાદેશની જેલો ખાલી થઈ ગઈ છે અને યુનુસે બંધિઓને મુક્ત કરી દીધા છે. હસીનાનું કહેવું છે કે આવી સ્થિતિમાં દેશમાં ઉગ્રવાદીઓ રાજ કરી રહ્યા છે.
શેખ હસિનાએ દેશના બંધારણની વાત ઉઠાવીને યુનુસને ઉગ્રશબ્દોમાં લલકાર્યું. તેમણે પૂછ્યું કે – બંધારણ વિરુદ્ધ જઈને કોઈ અધિનાયક વડા સલાહકાર બની શકે? જે વ્યક્તિએ ચૂંટણી વિના સત્તા હાંસલ કરી છે, તે દેશ માટે કાયદા કેવી રીતે બદલી શકે?
તેમણે આક્ષેપ કર્યો કે યુનુસે બાંગ્લાદેશમાં અવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો છે અને પોતાનું શાસન ચાલી રહ્યું છે, જ્યારે તેમનો લોકશાહી કે બંધારણીય આધાર નથી.
શેખ હસિનાએ તેમના પિતા, શેખ મુજીબુર રહેમાનના સમયમાં થયેલી ઘટનાઓ યાદ કરતાં કહ્યું કે અમેરિકા જ્યારે સેન્ટ માર્ટિન ટાપુ માંગતું હતું, ત્યારે તેમના પિતાએ દેશના હિત માટે જીવનું બલિદાન આપ્યું હતું. હસિના જણાવે છે કે દેશ માટે એક ઇંચ જમીન પણ છોડવા તૈયાર ન હતા, અને આજે યુનુસ આખું બાંગ્લાદેશ વેચવા મંડ્યા છે.
શેખ હસિનાએ દુઃખ સાથે કહ્યું કે “એક એવો વ્યક્તિ, જેને દેશ અને દુનિયા બંને પ્રેમ કરે છે, સત્તામાં આવીને શું બની ગયું?”
હાલ, બાંગ્લાદેશમાં વચગાળાની સરકારને હટાવવાની તૈયારી ચાલી રહી છે. સેના અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ડિસેમ્બર પહેલાં ચૂંટણી કરવાની માંગ કરી રહી છે. યુનુસે આ દબાણ સામે ચેતવણી આપી છે કે જો બિનજરૂરી દબાણ કરવામાં આવ્યું, તો તેઓ જનતા સાથે મળીને જવાબ આપશે.
