ગૌરવ ગોગોઈ બન્યા આસામ કોંગ્રેસના નવા પ્રમુખ – પાર્ટીનું નવું નેતૃત્વ લોકાર્પિત
કોંગ્રેસે સંસદસભ્ય ગૌરવ ગોગોઈને આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (APCC)ના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યો છે. આ નિર્ણય પૂર્વ પ્રદેશ પ્રમુખ ભૂપેન કુમાર બોરાના સ્થાને લેવામાં આવ્યો છે. ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિમણૂકને મંજૂરી આપી છે અને તે તાત્કાલિક અમલમાં આવી છે.
પાર્ટીએ સાથે સાથે ત્રણ નવા કાર્યકારી પ્રમુખોની પણ નિમણૂક કરી છે:
-
ઝાકિર હુસૈન સિકદર
-
રોઝલિના તિર્કી
-
પ્રદીપ સરકાર
આ ફેરફાર પાર્ટી માટે મહત્વપૂર્ણ o છે, ખાસ કરીને તે સમયે જ્યારે આસામમાં કોંગ્રેસને ફરીથી મજબૂત કરવાની જરૂર છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યમાં ભાજપે ચૂંટણીના મોરચે નોંધપાત્ર સફળતા મેળવી છે.
ગૌરવ ગોગોઈ, ત્રણવાર સાંસદ રહી ચૂક્યા છે અને કલિયાબોર વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર છે અને કોંગ્રેસ માટે પૂર્વોત્તર ભારતનું એક અસરકારક ચહેરું બન્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તેમણે જોરહાટ બેઠક પરથી વિજય મેળવ્યો હતો.
પદસ્વીકાર બાદ ગૌરવ ગોગોઈએ X પર પોસ્ટ કરતા જણાવ્યું, “આ નવી જવાબદારી બદલ હું મલ્લિકાર્જુન ખડગે જી, રાહુલ ગાંધી જી, કે.સી. વેણુગોપાલ જી અને જીતેન્દ્ર સિંહ જીનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
પાર્ટીના આ નિર્ણયથી આસામમાં કોંગ્રેસ માટે નવી ઉર્જા અને દિશાનો સંકેત મળે છે. હવે સૌની નજર ગૌરવ ગોગોઈની આગેવાની હેઠળ પક્ષ કેવી રીતે પોતાનું વજૂદ ફરી સ્થાપિત કરે છે એ પર રહેશે.
