ગુજરાત સહિત 5 રાજ્યોમાં આવતીકાલે મોકડ્રીલ

ભારત સરકારે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. “ઓપરેશન સિંદૂર”ના અંતર્ગત 29 મે, બુધવારે સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન દેશના પાંચ મુખ્ય રાજ્યોમાં એક સાથે મોટાપાયે મોકડ્રીલ યોજાશે.

આ મોકડ્રીલ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યમાં યોજાશે, જે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા છે. આતંકી હુમલાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી તાકીદની પરિસ્થિતિમાં વહીવટીતંત્ર અને નાગરિકો બંને સારી રીતે તૈયારી રાખી શકે.

ગુજરાતમાં વિશેષ તૈયારી:
ગુજરાત રાજ્યમાં અગાઉ 19 સ્થળોએ સફળ મોકડ્રીલ કરવામાં આવી હતી. આ સ્થળોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા.

  • પહેલી કેટેગરી: સુરત, વડોદરા, કાકરાપાર

  • બીજી કેટેગરી: અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડિનાર

  • ત્રીજી કેટેગરી: ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારી

મોકડ્રીલ દરમિયાન શું શું કરાશે?

  • હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.

  • નાગરિકો અને વિદ્યાર્થીઓને બચાવની ટ્રેનિંગ આપવામાં આવશે.

  • તમામ વિસ્તારોમાં બ્લેકઆઉટનો અભ્યાસ કરવામાં આવશે.

  • સુરક્ષિત સ્થળે પહોંચવાની પ્રેક્ટિસ કરાવાશે.

  • મહત્વપૂર્ણ સરકારી ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે.

સાયરન વાગે ત્યારે નાગરિકોએ શું કરવું?
જ્યારે સાઈરન વાગે ત્યારે ગભરાશો નહીં. તરતજ 5-10 મિનિટમાં સલામત સ્થળે પહોંચી જવાનું છે. ખુલ્લા મેદાનોથી દૂર રહીને ઘરના અંદર રહેવું. ટેલીવિઝન, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. અફવાઓથી દૂર રહીને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર