શશી થરૂરનું પનામામાં તીખું નિવેદન: “હવે ભારત બીજો ગાલ નહીં ધરે”
કોંગ્રેસના નેતા અને સાંસદ શશી થરૂર હાલમાં પનામાની વિદેશ મુલાકાત પર છે. તેઓ ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ છે, જે પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓનો પર્દાફાશ કરવા માટે પ્રયત્નશીલ છે. પનામાની મુલાકાત દરમિયાન થરૂરે એક મહત્વપૂર્ણ અને દેશપ્રેમથી ભરેલું નિવેદન આપ્યું છે.
શશી થરૂરે જણાવ્યું કે, “મહાત્મા ગાંધીનો દેશ હોવા છતાં હવે ભારત આતંકવાદ સામે બીજો ગાલ નહીં ધરે, પણ તેની તાકાતભર્યો જવાબ આપશે.” તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આતંકવાદી હુમલાઓથી ડરવાનું નહીં, પરંતુ મજબૂતીથી સામનો કરવાનો સમય આવી ગયો છે.
તેમણે મહાત્મા ગાંધીની શીખનો સહારો લઇને કહ્યું કે, “ગાંધીજીએ ભયમુક્ત જીવન જીવવા અને હિંસાથી વિમુખ રહી પોતાનું સંરક્ષણ કરવા શીખવ્યું છે. આજે પણ એ જ મૂલ્યોને પાળવાની જરૂર છે.”
થરૂરે પાકિસ્તાનના વલણ પર તીખી ટીકા કરતાં કહ્યું કે, “પાકિસ્તાનના ટોચના નેતાઓએ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી, જે અત્યંત નંદનીય છે. એવી હરકતો દ્વારા તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો નાપાક એજન્ડો આગળ ધપાવવા માંગે છે.”
બીજી તરફ, થરૂરે ભાજપના પ્રચારક હોવાનો આરોપ લગાવનારા વિપક્ષના સભ્યો પર પણ પ્રતિક્રિયા આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે, “મારું કામ દેશની રક્ષા અને હકીકત રજૂ કરવાનું છે. મારી પાસે સમય છે દેશહિતમાં કામ કરવા માટે, ન કે રાજકીય રટણ માટે.”
