ઇતિહાસ સર્જાયો: ચાઈના થી પહેલી કાર્ગો ટ્રેન ઇરાન પહોંચી

ચીનથી ઇરાન સુધી પહેલી કાર્ગો ટ્રેન પહોંચતાં ઈતિહાસ રચાયો, અમેરિકન પ્રતિબંધો સામે પડકારરૂપ નિર્ણય

ચીન અને ઈરાન વચ્ચેના મજબૂત સહકારને વધુ એક મજબૂતી મળી છે. વર્ષ 2021માં થયેલા 400 બિલિયન ડોલરના આર્થિક કરારના ભાગરૂપે ચીનની બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ હેઠળ ચીનથી ઇરાન સુધી પહેલી માલગાડી યાત્રાએ નીકળી છે. ચીનના ઝિયાન પ્રાંતમાંથી ચાલેલી આ કાર્ગો ટ્રેન ઇરાનની રાજધાની નજીક આવેલા સૌથી મોટા ડ્રાયપોર્ટ, એપ્રિન ખાતે પહોંચી છે.

આ નવી રેલ માર્ગ સુવિધા shipping delivery સમય 30-40 દિવસમાંથી ઘટાડીને માત્ર 15 દિવસમાં પૌહંચાડે છે, જે ઈરાન માટે તેલ નિકાસ અને ચીન માટે આવક-જાવકના માલ માટે સમયની બચત છે. મહત્વની વાત એ છે કે, સમગ્ર રેલ માર્ગ યુએસની સેનાની હાજરીથી મુક્ત છે, જેથી બંને દેશો માટે માલની જથ્થાબંધ આવક-જાવક Washingtonની નજરોથી દૂર રહી શકે છે.

ચીન-ઇરાન સંમતિ માત્ર વેપાર પૂરતી નથી, તે એક વ્યૂહાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. આ સંબંધ બંને દેશોને અમેરિકન દબાણો સામે ઊભા રહેવા અને પોતાની પોતાની ભૂમિતિમાં સત્તા સ્થાપવા માટે મદદરૂપ થશે. ઇરાન હવે પર્સિયન ગલ્ફ વિસ્તારમાં એક મજબૂત ભાગીદારી બનશે, જે ચીન માટે એનર્જી સિક્યોરિટી અને મધ્યપૂર્વમાં પોતાનું પાવરબેઝ સ્થાપિત કરવા માટે માઇલસ્ટોન સાબિત થશે.

આ ટ્રેન યાત્રા ચીનથી તુર્કમેનિસ્તાન અને કઝાકસ્તાનના રસ્તે ઇરાન સુધી પહોંચી રહી છે, જે બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના દ્રષ્ટિકોણથી એક ક્રાંતિરૂપ પગલું છે.

 વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર