રશિયાએ દાવો કર્યો છે કે તેમની શક્તિશાળી S-400 મિસાઇલ સિસ્ટમે યુક્રેનના લડાકુ વિમાન F-16ને તોડી પાડ્યું છે. આ એ પહેલીવારની ઘટના છે જ્યારે આ શક્તિશાળી S-400 સિસ્ટમે F-16 વિમાનને શિકાર બનાવ્યો હોય. આ સફળતાના માટે રશિયામાં S-400 ઓપરેટ કરનારા 12 સૈનિકોને 15 મિલિયન રુબલ (લગભગ 195,000 ડોલર) ઈનામ તરીકે આપવામાં આવ્યા છે. આ ઈનામ સમારોહ 29 મેના રોજ સેન્ય કમાન્ડિંગ અધિકારીઓની હાજરીમાં સરહદી વિસ્તાર ખાતે યોજાયો હતો.
ફોરોસ નામની રશિયન કંપની, જે તેલ ઉદ્યોગ માટે પ્રોપેન્ટ્સ બનાવે છે, એ આ સૈનિકોને આ ભેટ આપી હતી. આ મામલે કહેવામાં આવે છે કે Su-35S લડાકુ વિમાને S-400 સિસ્ટમને લક્ષ્ય આપવા માટે મદદ કરી હોઈ શકે, પણ ઈનામ વિજેતાઓમાં Su-35S પાઈલટ ન હોવાને કારણે માનવામાં આવી રહ્યું છે કે માત્ર S-400એ જ આ વિમાનને શોધી અને તોડી પાડ્યું.
આ ઘટના બાદ અમેરિકાએ ટેન્શન અનુભવ્યું છે કારણ કે F-16 વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ થતો લડાકુ વિમાન છે અને તે અમેરિકાનું ગર્વ છે. આ વિમાન અનેક દેશોમાં ચાલે છે જેમાં ભારતનો પડોશી પાકિસ્તાન પણ છે.
યુક્રેની વાયુસેના 16 મેના રોજ જણાવ્યું હતું કે, F-16 વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનની ઈમરજન્સી સ્થિતિ સર્જાતા પાઈલટે વિમાનને સુરક્ષિત રીતે નિકાળ્યા હતા. હાલમાં આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે.
