જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવ ઊભો થયો છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે – આ નિર્ણય માત્ર રાજકીય નહીં, પરંતુ ઊંડા રાજનૈતિક સંદેશ સાથે આવ્યો છે.
પાકિસ્તાને આ નિર્ણયથી પરેશાન થઈ ભારતને સતત ચાર પત્રો લખ્યા છે. દરેક પત્રમાં વિનંતી છે કે ભારત પોતાનું નિણ્રણ પાછું ખેંચે અને ફરીથી પહેલા જેવી સ્થિતિ પુનઃસ્થાપિત કરે. એક પત્રમાં પાકિસ્તાને કહ્યું, “લોહી અને પાણી સાથે વહી શકે નહીં.”
ભારતે પાકિસ્તાનની આ અપીલને સ્પષ્ટપણે નકારી દીધી છે. ભારતના મંતવ્યો પ્રમાણે, “જ્યાં આતંકવાદ છે ત્યાં વેપાર કે શાંતિ શક્ય નથી.”
પાકિસ્તાનમાં હવે પાણીનો કટોકટીભર્યો સમય આવી શકે છે. રવિ પાકને નુકસાન, પીવાના પાણીની અછત અને લોકોને ભારે અસર થવાની શક્યતા છે.
બીજી બાજુ , ભારતે પોતાનું ધ્યાન પાણીના યોગ્ય ઉપયોગ તરફ વાળ્યું છે. ભારત બિયાસ નદી પર 130 કિમી નહેર બનાવવા જઈ રહ્યું છે, જે ગેંગ કેનાલ સાથે જોડાઈ દેશે. આ પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં પૂરું થાય તેવી સંભાવના છે.
