મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઠાકરે ભાઈ વચ્ચે ગઠબંધન ચર્ચા

મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુ ફરી સાથે? રાજકીય ગતિવિધિઓ તેજ
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઠાકરે બંધુઓ – રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે –ના સંભવિત ગઠબંધનની ચર્ચાઓ ઝાલા પકડી રહી છે. શિવસેના (UBT)ના મુખપત્ર ‘સામના’ના પ્રથમ પાના પર બંને નેતાઓની તસવીર છપાતાની સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે.

મુંબઈ સહિત અનેક શહેરોમાં લાગેલા પોસ્ટરોમાં લખાયું છે કે “મહારાષ્ટ્રના 8 કરોડ મરાઠીઓના મનની ઈચ્છા – બંને ભાઈઓ સાથે.” આનો અર્થ એ કહેવાઈ રહ્યો છે કે જમણૂઆઘી મનોભાવ સાથે લોકો રાજકારણમાં નવા સંતુલન જોઈ રહ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે અને એ દ્રષ્ટિએ આ ગઠબંધન વ્યૂહાત્મક રીતે ઘણું મહત્વ ધરાવે છે. જોકે, હજી સુધી ગઠબંધનની કોઇ સત્તાવાર ઘોષણા થઇ નથી.

સુપ્રિયા સુલે અને અજિત પવારની પ્રતિક્રિયા:
NCP (SP) નેતા સુપ્રિયા સુલે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બંને જણાવ્યું કે ગઠબંધન કરવા કે ન કરવા એ પક્ષના નેતાઓનો નિર્ણય છે. સુલેએ કહ્યું, “જેટલા ભાગીદારો હશે, મહાવિકાસ આઘાડી માટે તેટલું સારું. બંને ભાઈઓ મળ્યા તો અમને વાંધો નથી.”

રાજકીય સંજોગો બદલાઈ શકે છે
આ સંભાવનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવવાનો સંકેત આપ્યો છે. જો એમએનએસ અને શિવસેના (UBT) સાથે આવે તો મહાવિકાસ આઘાડીની તાકાતે મોટું રૂપ લઈ શકે છે.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર