તાજેતરમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકાની પ્રખ્યાત એજન્સી FBI એ બે ચીની નાગરિકો — યુનકિંગ જિયાન અને જુનયોંગ લિયૂ — ની ધરપકડ કરી છે. તેમને એક ખતરનાક જૈવિક રોગજન્ય ફૂગ, જેને વૈજ્ઞાનિક ભાષામાં Fusarium graminearum કહેવાય છે, તેની અમેરિકામાં તસ્કરી કરવાનો આરોપ છે.
આ ફૂગ , માનવ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો બની શકે છે. આ પ્રકારની જીવાતને વૈજ્ઞાનિકો “એગ્રો-ટેરેરિઝમ” એટલે કે કૃષિ આતંકવાદના હથિયાર તરીકે વર્ણવે છે. ખાસ કરીને ઘઉં, મકાઈ અને અન્ય અનાજમાં તે “હેડ બ્લાઇટ” નામનો રોગ ફેલાવે છે, જે પાકને નાશ કરે છે. વધુમાં, જો આ ફૂગનું સેવન થાય, તો તે માણસના લીવર પર અસર કરી શકે છે અને પ્રજનન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
આ ચીની મહિલાને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) તરફથી આ ફૂગના રિસર્ચ માટે ફંડ પણ મળતો હતો. એટલે કે, એક બાજુ અમેરિકામાં કામ કરતા ચીની નાગરિકોએ સ્થાનિક સિસ્ટમમાં ઘૂસી જઇ અદ્યતન સંસ્થાઓમાં પાંખો ફેલાવી, તો બીજી બાજુ ચીનના શડયંત્રનો ભાગ બનીને ખતરનાક રોગજન્યોને લાવવા માટે પ્રયાસ કર્યો.
અમેરીકાના ચિંતિત વિશ્લેષક ગોર્ડન ચાંગ અનુસાર, આ ઘટના માત્ર ફૂગની તસ્કરી નહીં પરંતુ “અમેરિકાને અંદરથી નુકસાન પહોંચાડવાનો એક સાવચેતીપૂર્વક રચાયેલ કાવતરુ છે.” તેમનું કહેવું છે કે જો આ ફૂગ અમેરિકામાં વ્યાપક સ્તરે ફેલાય તો ખાદ્યસંગ્રહમાં અછત, ઊંચી કિંમતો અને સામાન્ય નાગરિકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.
આ ઘટનાએ હવે વૈશ્વિક સ્તરે ચિંતાને વેગ આપ્યો છે. “જો તરત પગલા નહીં લેવાય તો ચીનનો આ કાવતરું, કોરોના પછીનો વધુ મોટો ખતરો બની શકે છે,” એમ AMERICAના સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે.
નિષ્કર્ષરૂપે, આ ઘટના માત્ર વૈજ્ઞાનિક કે રાજકીય બાબત નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે એક જાગૃત થવાનો સંકેત છે. જરૂરી છે કે દેશો તકેદારીથી ચીન જેવા દેશોની ગતિવિધિ પર નજર રાખે અને આવી ખતરનાક તસ્કરીને ઊંડાણપૂર્વક સમજે.






