દુઃખદ સંયોગ! રૂપાણીનો લકી નંબર 1206, આજે 12/06

આજનો દિવસ ગુજરાત માટે અત્યંત દુઃખદ સાબિત થયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ ટેક ઑફ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. દુર્ઘટના બપોરે 1:40 વાગે બની હતી, જ્યારે પ્લેન ટેક ઑફ થયા માત્ર બે મિનિટ થયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, પ્લેન ટેક ઑફ વખતે પાછળનો ભાગ એરપોર્ટ નજીક વૃક્ષ સાથે અથડાયો. આથી વિમાનમાં આગ લાગી ગઈ અને ઝડપથી દુર્ઘટના સર્જાઈ.

વિશેષ એ છે કે, વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે. એના લકી નંબર 1206 સાથે અદભૂત સંયોગ થયો છે. rupani પોતાની દરેક ગાડી માટે 1206 નંબર પસંદ કરતા. આજે તારીખ પણ 12 જૂન, એટલે કે 12/06 છે. દુર્ઘટના અને મૃત્યુ બંને તેમના લકી નંબરના દિવસે બન્યા – જે સહજ રીતે દુઃખદ સંયોગ છે.

વિજય રૂપાણી ઉપરાંત લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન અને કાર્ગો મોટર્સના પ્રમુખ પ્રમુખ નંદા પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. નંદા પરિવારના અન્ય સભ્યો – પત્ની નેહા નંદા, પુત્ર પ્રયાસ અને એક પુત્રવધુ પણ ફ્લાઈટમાં હતા. સૂત્રોનાં મતે, નંદા પરિવારના ત્રણેય સભ્યોનું પણ દુઃખદ અવસાન થયું છે.

લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન પણ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ હતા. Gujaratના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે એમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

આ દુર્ઘટનામાં કુલ 241 લોકોના મોત થયા છે જેમાં ક્રૂ મેમ્બર પણ શામેલ છે.

આ દુર્ઘટનાથી ગુજરાતે નેતૃત્વ અને ઉદ્યોગ જગતમાં એક અગત્યની ખોટ અનુભવવી પડી છે.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર