અમદાવાદમાં ગઈકાલે થયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનાએ ગુજરાતને એક ગહેણું દુઃખ આપ્યું છે. એર ઇન્ડિયાનું વિમાન, જે લંડન જવા માટે મેઘાણીનગર પરથી ઉડાન ભર્યું હતું, દુર્ઘટનાગ્રસ્ત બન્યું. દુર્ઘટનામાં 241 લોકોને જાન ગુમાવવી પડી છે, જ્યારે માત્ર એક જ જીવ બચી શક્યો છે.
વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. દુઃખદ રીતે, આ અકસ્માતમાં તેમનું પણ નિધન થયું છે. આ સમાચાર પછી સમગ્ર રાજ્ય શોકમાં ડૂબી ગયું છે.
શ્રદ્ધાંજલિઓનો પ્રવાહ શરૂ થયો છે – રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કરીને અનેક સંસ્થાઓ તરફથી શ્રદ્ધાંજલિ પાઠવાઈ રહી છે.
📍રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ:
વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ આવતીકાલે (શનિવાર) રાજકીય સન્માન સાથે તેમના વતન રાજકોટમાં યોજાશે.
તેમના પુત્રનું યુએસથી આગમન આજે વહેલી સવારે 4 વાગ્યે થશે, ત્યારબાદ પરિવારજનો સાથે મૃતદેહ રાજકોટ લવાશે. અંતિમ વિધિમાં અનેક રાજકીય નેતાઓ અને પ્રશાસન હાજર રહેશે.
🏫 ખાનગી શાળાઓ બંધ રહેશે:
રૂપાણીના અવસાનના દુઃખદ પ્રસંગે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય સાથે શહેરની અંદાજે 600 શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ આ વિશે આગોતરી જાણ કરવામાં આવી રહી છે.
શહેરમાં શાંત, ગંભીર અને ભાવવિહ્વલ વાતાવરણ છે. શિક્ષણજગત પણ આ અણધારી ખોટથી શોકમગ્ન બન્યું છે.
